લગ્નના સસ્પેંસ વચ્ચે ગોવામાં નવા વર્ષની ઉજવણી કરતાં ગૌહર-કુશાલ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 1 જાન્યુઆરી : કલર્સ ચૅનલના વિવાદાસ્પદ ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7ના વિજેતા ગૌહર ખાન હવે નવી દુનિયામાં પ્રવેશી રહ્યાં છે. બિગ બૉસના ઘરમાં સહ-સ્પર્ધક કુશાલ ટંડન સાથેના સંબંધોના કારણે ચર્ચામાં રહેનાર ગૌહર ખાન બિગ બૉસ જીત્યા બાદ હવે કુશાલ સાથેના સંબંધોને ખુલ્લેઆમ જીવતા હોય તેવુ લાગે છે.

બિગ બૉસ 7 જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગૌહરના માતા રઝિયા ખાન અને બહેન નિગાર ખાને ભલે ગૌહર-કુશાલના લગ્ન અંગે ઉતાવળે કોઈ નિર્ણય ઉપર પહોંચવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ગૌહર અને કુશાલ જે રીતે ગોવામાં નવા વર્ષની ઉજવણી કરતા દેખાયા છે, તે જોતા સ્પષ્ટ છે કે આ જોડી ટુંકમાં જ લગ્ન કરી લેશે.

મળતી માહિતી મુજબ ગૌહર ખાન અને કુશાલ ટંડન હાલ ગોવામાં છે અને બંને રજાઓનો આનંદ માણી રહ્યાં છે. બંનેએ ટ્વિટર પર પોતાની ગોવા ટ્રિપની કેટલીક તસવીરો પણ અપલોડ કરી છે. તસવીરો પરથી સ્પષ્ટ લાગે છે કે બંને બહુ ખુશ છે અને આ સંબંધો આગળના મુકામે લઈ જવા કટિબદ્ધ છે. બિગ બૉસ જીત્યા બાદ ગૌહર પોતાના નવા વર્ષની ઉજવણી કુશાલ સાથે ગોવા ખાતે કરી રહ્યાં છે.

આવો આપને બતાવીએ ગૌહર-કુશાલની ગોવા ખાતેની નવા વર્ષની ઉજવણીની તસવીરી ઝલક :

ગૌહર-કુશાલ ગોવામાં

ગૌહર-કુશાલ ગોવામાં

બિગ બૉસ 7માંથી વિજેતા બની બહાર નિકળતાં જ ગૌહર ખાન પોતાના બૉયફ્રેન્ડ કુશાલ ટંડન સાથે ગોવા ઉપડી ગયા છે.

લગ્નની અટકળો

લગ્નની અટકળો

ગૌહર-કુશાલે નવા વર્ષની ઉજવણી ગોવા ખાતે જ કરી હતી. બંને સાથે દેખાયા બાદ તેમના લગ્નની અટકળો તેજ બની છે.

માતા-બહેને વધાર્યું સસ્પેંસ

માતા-બહેને વધાર્યું સસ્પેંસ

ગૌહર ખાન વિજેતા બન્યા બાદ તેમના માતા રઝિયા અને બહેન નિગારે જણાવ્યુ હતું કે ગૌહર-કુશાલના લગ્ન અંગે કંઈ કહેવું ઉતાવળિયુ ગણાશે.

રજાઓનો આનંદ

રજાઓનો આનંદ

લગ્નના સસ્પેંસ વચ્ચે ગૌહર-કુશાલ ગોવા ખાતે રજાઓનો આનંદ માણી રહ્યાં છે.

શક્યતા વધી

શક્યતા વધી

ગૌહર-કુશાલ આમ સાથે જણાતા બંને વચ્ચે લગ્નની શક્યતાઓ વધી ગઈ છે.

English summary
"Bigg Boss - Saath 7" winner Gauhar Khan and contestant Kushal Tandon celebrate New Year in Goa. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.