ગૌરી ખાને દીકરા આર્યનને આપી હતી સલાહ - 'જેટલી ઈચ્છે એટલી છોકરીઓને ડેટ કર પરંતુ...'
Aryan Khan Dating: શાહરૂખ ખાનને બૉલિવુડ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે તેની લવ સ્ટોરી વધુ છવાયેલી રહે છે. તેણે ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેમની લવ સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. હાલમાં શાહરૂખ અને ગૌરીના બાળકો ચર્ચાનો વિષય બની ગયા છે અને કોઈને કોઈ કારણસર સમાચારોમાં આવતા રહે છે.
શાહરૂખ અને ગૌરી આમ તો મીડિયા સામે પોતાના બાળકો વિશે વધારે વાત કરતા નથી. જો કે, એકવાર ગૌરી ખાને તેના બાળકો વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેનો પુત્ર આર્યન તેના ઘરમાં તેની ફેશન પોલીસ છે.

ગૌરી ખાને તેના પુત્રની ડેટિંગ વિશે પણ કેટલીક બાબતો પણ જણાવી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે તેના પુત્ર આર્યનને ડેટિંગ અંગે શું સલાહ આપવા માંગે છે. આ સવાલ પર ગૌરી ખાને ખુલીને કહ્યું કે તે ગમે તેટલી છોકરીઓને ડેટ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી તે લગ્ન ન કરે ત્યાં સુધી. તે પછી આ બધું સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ દરમિયાન ગૌરી ખાને તેની પુત્રી સુહાના ખાનને પણ ડેટિંગની મહત્વની સલાહ પણ આપી છે.
ગૌરી ખાને તેની દીકરી સુહાના ખાનને ડેટિંગની સલાહ આપતાં કહ્યું કે, એક જ સમયે બે છોકરાઓને ક્યારેય ડેટ ન કરવી જોઈએ. ગૌરી ખાને એમ પણ કહ્યું કે જ્યારે તે ખરાબ મૂડમાં હોય છે ત્યારે તેને અબરામ સાથે સમય પસાર કરવો ગમે છે. તેણે આ બધી વાતો કરણ જોહરના ચેટ શો કૉફી વિથ કરણ દરમિયાન બાળકો વિશે કહી હતી.












Click it and Unblock the Notifications
