'દંગલ' ફરી સપડાઇ વિવાદોમાં, આ વખતે કોચના કારણે

Written By:
Subscribe to Oneindia News

આમિર ખાનની 'દંગલ' રિલિઝ પહેલાથી જ ચર્ચામાં છે, ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ આમિર ખાનની ફિલ્મ હોય અને કોઇ કોન્ટ્રોવર્સિ ના થાય એવું ક્યાંથી બને? આમિર ખાનની ફિલ્મ જલ્દી મોટી કોન્ટ્રોવર્સિમાં ફસાઇ શકે છે.

'દંગલ' પર આપત્તિ ઉઠાવનાર બીજું કોઇ નહીં પરંતુ ગીતા ફોગાટના કોચ રામ પ્યારા સોંધી છે. તેમનું માનવું છે કે આ ફિલ્મમં તેમની ભૂમિકાને નેગેટિવ રીતે રજૂ કરવામાં આવી છે અને તેમને આ અંગે કોઇ જાણકારી આપવામાં નહોતી આવી. આથી જ તેમણે આ ફિલ્મ પર કેસ કરવાનું નક્કી કર્યું છે.

geeta phogat aamir khan

નોંધનીય છે કે, 'દંગલ'ના ક્લાઇમેક્સને એવો ટર્ન આપવામાં આવ્યો છે જેને લીધે ગીતા ફોગાટના કોચ ફિલ્મના વિલન લાગે છે. ફિલ્મમાં આ ભૂમિકા ગિરીશ કુલકર્ણીએ ખૂબ સરસ રીતે નિભાવી છે. પરંતુ રિયલ લાઇફ કોચ રામ પ્યારા સોંધીનું કહેવું છે કે રિયલ લાઇફમાં આવું કંઇ જ થયું નથી.

તેમણે સાથે એમ પણ જણાવ્યું હતું કે, ફિલ્મમાં ગીતાની ફાઇનલ મેચ ખૂબ જ અઘરી બતાવવામાં આવી છે, જ્યારે કે રિયલ લાઇફમાં એવું નહોતું. ગીતા આ મેચ 8-0થી જીતી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મની શૂટિંગ દરમિયાન તેઓ આમિર ખાન અને નિતેશ તિવારીને મળવા પણ ગયા હતા, પરંતુ ત્યારે પણ એમને પોતાના પાત્ર વિશે કોઇ માહિતિ આપવામાં નહોતી આવી.

અહીં વાંચો - દંગલ જોઇને સલમાને કહ્યું,"I HATE YOU AAMIR.."

રામા પ્યારા સોંધીએ જણાવ્યું કે, 'હું લુધિયાણામાં શૂટિંગ દરમિયાન તેમને મળ્યો હતો, પરંતુ ત્યારે ના તો ફિલ્મની વાર્તા ડિસ્કસ કરવામાં આવી કે ના તો એવી જાણકારી આપવામાં આવી કે ફિલ્મમાં મારા પાત્રનો ઉપયોગ કઇ રીતે કરાયો છે.' આથી જ હવે તેમણે ફિલ્મ 'દંગલ' પર કેસ કરવાનું નક્કી કરી લીધું છે.

English summary
Geeta Phogat's coach furious with his role in Dangal and is ready to file a case.
Please Wait while comments are loading...