દંગલ જોઇને સલમાને કહ્યું,"I HATE YOU AAMIR.."

Written By:
Subscribe to Oneindia News

'સુલતાન' અને 'દંગલ', બંન્ને ફિલ્મો રેસલિંગ પર આધારિત છે, આથી 'દંગલ'ની રિલિઝ સાથે જ 'સુલતાન' સારી કે 'દંગલ'? એ સવાલ ચર્ચાઇ રહ્યો છે, એવામાં સલમાને જાતે જ ટ્વીટ કરીને આ સવાલનો જવાબ આપી દીધો છે. તો સામે આમિરે પણ સલમાનને ટ્વીટર પર જ રિપ્લાય કર્યો છે.

અહીં જુઓ - તૈમૂર અલી ખાન પટૌડીની ઓફિશિયલ તસવીર

આમિર છેલ્લા 2 વર્ષોથી દંગલ પર કામ કરી રહ્યાં છે, તે પછી અચાનક જ સલમાન ખાનની 'સુલતાન' ફિલ્મ રિલિઝ થઇ અને ત્યારથી સતત આ બે ફિલ્મોની સરખામણી થઇ રહી છે. જો કે, 'સુલતાન' આ વર્ષની બેસ્ટ ફિલ્મ્સમાંની એક હતી અને એક નિવેદનમાં આમિરે એમ પણ કહ્યું હતું કે, કંઇ નહીં તો 'સુલતાન'ને કારણે તો 'દંગલ' હિટ થઇ જ જશે.

I HATE YOU AAMIR!

I HATE YOU AAMIR!

સલમાન ખાને ટ્વીટમાં લખ્યું છે કે, મારા પરિવારે આજે 'દંગલ' ફિલ્મ જોઇ અને સૌએ મને કહ્યું કે 'દંગલ' 'સુલતાન' કરતાં ઘણી સારી ફિલ્મ છે. આગળ સલમાને લખ્યું કે, આમિર, હું વ્યક્તિગત રીતે તને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ પ્રોફેશનલી I HATE YOU!!

આમિર સલમાનની લવ-હેટ રિલેશનશિપ

આમિર સલમાનની લવ-હેટ રિલેશનશિપ

સલમાન ખાનના આ ટ્વીટ પર આમિર ખાને પણ ખૂબ સરસ જવાબ લખ્યો છે. આમિરે ટ્વીટર પર સલમાનને રિપ્લાય આપતાં લખ્યું છે કે, 'સલ્લુ, તારી નફરતમાં પણ મને પ્રેમનો અનુભવ થાય છે. I love you like I hate you.'

ટ્વીટ એક, ફાયદા અનેક

ટ્વીટ એક, ફાયદા અનેક

સલમાન અને આમિરની દોસ્તી જગજાહેર છે, વર્ષોથી આ બંન્ને ખાન એકબીજાને દરેક મુદ્દે સપોર્ટ કરતા આવ્યા છે. આ સ્વીટ ટ્વીટ ચેટ તેમની પાક્કી મિત્રતાનું પ્રમાણ છે. સલમાન પોતાના દબંગ મિજાજ માટે જાણીતો છે અને તેણે આ એક જ ટ્વીટમાં 'દંગલ'ના વખાણ પણ કર્યા છે અને સાથે એ પણ બતાવી દીધું છે કે, ફિલ્મોની બાબતમાં જ્યારે કોઇ એને ટક્કર આપી જાય તે એને બિલકુલ પસંદ નથી. સલમાનના આ ટ્વીટ બાદ સૌથી વધુ શાંતિ આમિરને થઇ હશે, કારણ કે તે હંમેશા પોતાની ફિલ્મ પહેલા ખૂબ નર્વસ થઇ જાય છે. બીજો ફાયદો એ થયો કે, સલમાન ખાન 'દંગલ'ને પ્રમોટ નહીં કરે એવી તમામ અફવાઓ પર ફુલસ્ટોપ મુકાઇ ગયું. સલમાનના આ ટ્વીટથી 'દંગલ'ને ખૂબ ફાયદો થશે એ વાત ચોક્કસ છે.

દંગલ અને આમિર અંગે સલમાન

દંગલ અને આમિર અંગે સલમાન

હાલમાં જ સલમાને 'દંગલ' અને આમિર ખાન અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આમિરની 'દંગલ'ની સ્ક્રિપ્ટ એટલી સરસ છે કે આમિરે કોઇનાથી ડરવાની જરૂર નથી. સલમાને એમ પણ કહ્યું કે, જો તેના હાથમાં હોત તો તેણે 'સુલતાન' અને 'દંગલ' બંન્ને ફિલ્મો પોતાને નામ કરી હોત. 'દંગલ' અને 'સુલતાન'ની તુલના અંગે તેણે કહ્યું કે, બંન્ને ફિલ્મો સરસ છે અને એકબીજાથી ખાસી અલગ પણ છે. સાથે જ એમ પણ કહ્યું હતું કે, તે આમિર સાથે ફરી કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.

દંગલ આમિરને સલમાનની ગિફ્ટ છે

દંગલ આમિરને સલમાનની ગિફ્ટ છે

આમિરે કહ્યું હતું કે, તેને પોતાની ફિલ્મ માટે 'દંગલ' નામ ખૂબ પસંદ હતું, પરંતુ પુનીત ઇસ્સરે ઓલરેડી આ નામનો કોપીરાઇટ લઇ લીધો હતો. આ જાણકારી મળતાં જ આમિરે તરત સલમાનનો કોન્ટેક્ટ કર્યો, કારણ કે સલમાન પુનીતને સારી રીતે ઓળખે છે. સલમાને પુનીત ઇસ્સર સાથે વાત કરી અને 'દંગલ' ટાઇટલ નીતેષ તિવારીને આપવા જણાવ્યું અને આ રીતે આમિર ખાનને પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ માટે ઇચ્છિત ટાઇટલ મળી ગયું.

English summary
Salman Khan wrote on twitter, I hate you Aamir! Aamir Kahn replied on this to Salman Khan on twitter.
Please Wait while comments are loading...