'ગહરાઈયાં' પોસ્ટર્સ આઉટઃ લિપલૉક બાદ પોસ્ટરમાં દેખાઈ દીપિકા-સિદ્ધાંતની હૉટ કેમેસ્ટ્રી, લોકો થયા પાણી-પાણી

દીપિકા પાદુકોણના જન્મદિવસે એટલે કે 5 જાન્યુઆરીએ ફિલ્મ ગહરાઈયાંની ટીમે ફિલ્મના પોસ્ટર્સ રિલીઝ કર્યા છે.

મુંબઈઃ બૉલિવુડની મસ્તાની ગર્લ એટલે કે દીપિકા પાદુકોણ 36 વર્ષની થઈ ગઈ છે. પોતાના દમદાર અભિનયથી બૉલિવુડની ટૉપ અભિનેત્રીઓમાં શામેલ થનાર દીપિકા પાદુકોણની 'ગહરાઈયાં' ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણકે ફિલ્મના ટીઝરે પહેલા જ ઈન્ટરનેટ પર સનસની પેદા કરી દીધી છે. દીપિકા પાદુકોણના જન્મદિવસે એટલે કે 5 જાન્યુઆરીએ ફિલ્મની ટીમે ફિલ્મના પોસ્ટર રિલીઝ કર્યા છે. તે પણ એક નહિ પરંતુ પૂરા 6, જેમાં એક વાર ફરીથી લોકોની ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધી ગઈ છે.

દીપિકા-સિદ્ધાંતની હૉટ કેમેસ્ટ્રી

દીપિકા-સિદ્ધાંતની હૉટ કેમેસ્ટ્રી

આમ તો ફિલ્મમાં બધા પોસ્ટ સરસ છે પરંતુ દીપિકા અને સિદ્ધાંતનુ પોસ્ટર બધાને ખૂબ જ આકર્ષિત કરી રહ્યુ છે. આમ પણ ટીઝરમાં જે રીતે દીપિકા અને સિદ્ધાંતનો લિપ લૉક સીન લોકો સામે આવ્યો તેને જોઈને દીપિકાના ફેન આ ફિલ્મને લઈને ઘણા ક્રેઝી થઈ ગયા છે. દીપિકા પાદુકોણે સૌથી પહેલા પોતાના ફેન્સ માટે આ પોસ્ટર્સ શેર કર્યા છે.

'આ ખાસ દિવસે તમારા બધા માટે એક ખાસ ભેટ'

'આ ખાસ દિવસે તમારા બધા માટે એક ખાસ ભેટ'

આ પોસ્ટર્સ શેર કરીને દીપિકાએ લખ્યુ, 'તમારા સહુની ધીરજ અને ભરપૂર પ્રેમ માટે, આ ખાસ દિવસ પર બધા માટે ભેટ છે.' તમને જણાવી દઈએ કે સંબંધોના તાણા-વાણા વણતી આ ફિલ્મમાં દીપિકા-સિદ્ધાંત સાથે અનન્યા પાંડે, ધૈર્ય કરવા, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ ખાસ અંદાજમાં જોવા મળશે.

11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મ

11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મ

ધર્મા પ્રોડક્શન્સ અને વાયકૉમ 18 પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મનો એક્સક્લુઝીવ વર્લ્ડ પ્રીમિયર હવે 11 ફેબ્રુઆરી, 2022ના રોજ એમેઝોન પ્રાઈમ પર થશે. પહેલા આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે હવે તે 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

'મૌસમ... થોડી વાર લાગી ગઈ...'

'મૌસમ... થોડી વાર લાગી ગઈ...'

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને ઘણી ગુપ્ત રાખવામાં આવી હતી. માટે ટીઝરમાં દીપિકાનો હૉટ અવતાર જોવા મળ્યો તો સહુ કોઈ ચોંકી ગયા. આ ફિલ્મના ફોટા શેર કરીને દીપિકાએ લખ્યુ હતુ કે, 'મૌસમ... થોડી વાર લાગી ગઈ... પરંતુ કહેવાય છે કે...ક્યારેક-ક્યારેક, તમે કોઈ વસ્તુની વધુ રાહ જુઓ છો, તેના આવવા પર તમે તેની એટલી જ પ્રશંસા કરો છો! આશા છે, અહીં પણ સાચુ પડે.' હાલમાં ફિલ્મના ટીઝર, પોસ્ટર અને દીપિકાની પોસ્ટે લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. જોઈએ ફિલ્મ લોકોને પ્રભાવિત કરી શકે છે નહિ. આ ફિલ્મ કપૂર એન્ડ સન્સવાળા શકુન બત્રા લઈને આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X