Pics : મસ્તી ગર્લ ઉજવે છે 26મો જન્મ દિવસ

મુંબઈ, 5 ઑગસ્ટ : દક્ષિણની ફિલ્મોમાં મોટું નામ ગણાતાં જેનેલિયા ડિસૂઝા આજે 26મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 5મી ઑગસ્ટ, 1987ના રોજ મુંબઈ ખાતે જન્મેલા જેનેલિયાએ પોતાના કૅરિયરની શરુઆત માત્ર 15 વર્ષની વયે મૉડેલિંગ સાથે કરી હતી. જેનેલિયાને સૌપ્રથમ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પારકર પેનની જાહેરખબરમાં કામ કરવાની તક મળી હતી.

જેનેલિયાએ અનેક જાહેરખબરોમાં કામ કર્યું છે. 2003માં તુઝે મેરી કસમ ફિલ્મ દ્વારા જેનેલિયા ડિસૂઝાએ બૉલીવુડમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. આ જ ફિલ્મથી જેનેલિયાના બાળપણના મિત્ર રીતેશ દેશમુખે પણ અભિનેતા તરીકે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પોતાની મૈત્રીને સમ્બંધમાં ફેરવતાં જેનેલિયા ડિસૂઝાએ 2012માં રીતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધાં.

જેનેલિયા ડિસૂઝાએ પોતાના દસ વર્ષના સિને કૅરિયર દરમિયાન હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ, તામિળ, કન્નડ તથા મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની નોંધનીય બૉલીવુડ ફિલ્મમાં મસ્તી, જાને તૂ યા જાને ના, લાઇફ પાર્ટનર, ડાન્સ પે ચાન્સ, તેરે નાલ લવ હો ગયા તથા ફોર્સનો સમાવેશ થાય છે. તેમની આવનાર ફિલ્મોમાં રૉક ધ શાદી તથા ઇટ્સ માય લાઇફનો સમાવેશ થાય છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બૉલીવુડના મસ્તી ગર્લ

બૉલીવુડના મસ્તી ગર્લ

જેનેલિયા ડિસૂઝા બૉલીવુડના મસ્તી ગર્લ તરીકે જાણીતા છે. મસ્તી ફિલ્મ તેમની હિટ ફિલ્મ હતી કે જેમાં રીતેશ દેશમુખ પણ હતાં.

રીતેશ સાથે લગ્ન

રીતેશ સાથે લગ્ન

રીતેશ અને જેનેલિયાએ પોતાના નવ વરસના પ્રેમને ગત વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નનું નામ આપ્યુ હતું. બંનેના લગ્ન 3જી ફેબ્રુઆરી, 2012ના રોજ પ્રથમ મરાઠી રીત-રિવાજ મુજબ થયા અને પછી 4થી ફેબ્રુઆરીએ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ચર્ચમાં પણ થયાં.

સગર્ભા હોવાની ચર્ચા

સગર્ભા હોવાની ચર્ચા

જેનેલિયા ડિસૂઝા સગર્ભા હોવાની ચર્ચા તાજેતરમાં જ ફેલાઈ હતી, પણ પછીથી તેનું ખંડન કરવામાં આવ્યું. જેનેલિયા માને છે કે પરિવારનો વિસ્તાર મોટી બાબત છે અને તેઓ આ બાબતને સમજે પણ છે, પરંતુ તેઓ અને તેમના પતિ રીતેશ દેશમુખ હાલ બાળક નથી ઇચ્છતાં.

વ્યસ્ત છે જેનેલિયા

વ્યસ્ત છે જેનેલિયા

જેનેલિયા રીતેશ સાથે અનેક વિષયો ઉપર કામ કરી રહ્યાં છે. તેમાં તાજેતરમાં યોજાયેલ સીસીએલ સાથે તેમના ફિલ્મ પ્રોડક્શનને જોડ્યું હતું. ઉપરાંત જેનેલિયા પાસે અનેક સ્ક્રિપ્ટ્સ આવી છે અને તેઓ ટુંકમાં જ રૂપેરી પડદે દેખાશે.

પડદા ઉપર બ્રેક

પડદા ઉપર બ્રેક

જેનેલિયાએ થોડા વખત અગાઉ જ કહ્યુ હતું કે તેઓ હાલ નાનકડા બ્રેક ઉપર છે. હાલ તેમણે કોઈ ફિલ્મ સાઇન કર નથી. તેમણે જણાવ્યું હતું - મેં બહુ નાની ઉંમરમાં ફિલ્મી કૅરિયર શરૂ કર્યુ હતું. દસ વરસમાં 365 દિવસો મેં વગર બ્રેકે કામ કર્યુ હતું.

ફૅન્સને ઇંતેજાર

ફૅન્સને ઇંતેજાર

જેનેલિયા ડિસૂઝાનો તેમના દક્ષિણ ભારતીય ફૅન્સને ઇંતેજાર છે. તેઓ જેનેલિયાને વર્ષમાં બે ફિલ્મોમાં જોવા ટેવાયેલાં છે. લગ્ન બાદ જેનેલિયાએ એકેય ફિલ્મ કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X