Video : મીની સ્કર્ટમાં રસ્તા પર આગ લગાવતી જોવા મળી જ્યોર્જિયા એન્ડ્રીયાની, જુઓ વીડિયો
બોલિવૂડની બોલ્ડ અદાકારા જ્યોર્જિયા એન્ડ્રીયાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જ્યોર્જિયા એન્ડ્રીયાની તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર શેર કરીને આગ લગાવતી રહે છે. હવે તે ફરીથી આગ બનીને કેમેરામાં કેદ થઈ છે.
કમાલના ફિગરની માલકિન જ્યોર્જિયા એન્ડ્રીયાનીની ફિટનેસના લાખો દિવાના છે અને જ્યોર્જિયા પણ તેના ફેન્સ માટે તેના ફિગરના બોલ્ડ ફોટો વીડિયો શેર કરવાનું ભુલતી નથી. હવે તેનો લેટેસ્ટ અવતાર ફેન્સની ધડકન વધારી રહ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર જ્યોર્જિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્યોર્જિયાનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. આ વાયરલ વીડિયોમાં જ્યોર્જિયા ટાઈટ વ્હાઇટ ટોપ અને મીની શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટમાં જ્યોર્જિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ વીડિયો જોઈને તેના ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યોર્જિયા જેવી પાછળ ફરે છે તે દરમિયાન તેની જાંઘ પર બનેલુ ટેટૂ દેખાય છે. ફેન્સને હવે જ્યોર્જિયાનો આ સુપર બોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, જ્યોર્જિયા એન્ડ્રિયાની ઈટાલીની છે અને બાળપણ લંડન અને ઇટાલીમાં વીત્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે મોડલિંગ શરૂ કર્યું અને પછી તેણે ઘણી જાહેરાતોમાં જોવા મળી. તે ફિલ્મ આઇ લવ યુ ટ્રુલી અને ઘણા આઈટમ સોંગ્સમાં પણ જોવા મળી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના કરિયર કરતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને ડેટ કરવાને કારણે વધુ લાઈમલાઈટમાં રહેે છે. આ દિવસોમાં તે તેના બોલ્ડ વીડિયોના કારણે પણ લાઈમલાઈટમાં છે.












Click it and Unblock the Notifications
