સલમાન-શાહરુખ બંનેને મળ્યો ઘંટા ઍવૉર્ડ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : બૉક્સ ઑફિસે પોતાની ફિલ્મોની સતત સફળતા વટાવતાં સલમાન ખાનને મળ્યો ઘંટા ઍવૉર્ડ. આ સાંભળી કદાચ સલમાનના ફૅન્સ થોડા શૉક્ડ થઈ ગયાં હશે, પરંતુ આ સત્ય છે. સલમાન ભલે બૉક્સ ઑફિસે ટાઇગર હોય, પરંતુ તેમને પણ ઘંટા ઍવૉર્ડથી નવાજાયાં છે. માત્ર સલમાન જ નહીં, શાહરુખ ખાનનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. શાહરુખને પણ ઘંટા ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં છે.

ભલે શાહરુખ અને સલમાન આ વર્ષના ઍવૉર્ડ ફંક્શન્સમાં કોઈ ઍવૉર્ડ ન પામી શક્યાં હોય, પરંતુ ઘંટા ઍવૉર્ડમાં જરૂર આ બંનેનો સમાવેશ કરાયો. સલમાન ખાનને એક થા ટાઇગર અને દબંગ 2 ફિલ્મો માટે સૌથી ખરાબ અભિનેતાનો ઍવૉર્ડ આપવામાં આવ્યો, તો શાહરુખ ખાનને જબ તક હૈ જાન ફિલ્મમાં કૅટરીના કૈફ સાથે બેહુદા સીન્સ માટે ઘંટા ઍવૉર્ડ અપાયો છે. સાથે જ સોનાક્ષી સિન્હાને જોકર તથા રાઉડી રાઠોડ ફિલ્મોમાં સૌથી ખરાબ એક્ટિંગ માટે ઘંટા ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં.
સૌથી ખરાબ ફિલ્મ ટાઇટલ ઍવૉર્ડ માટે અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની સન ઑફ સરદાર ફિલ્મની પસંદગી કરાઈ. આ સાથે જ હાઉસફુલ 2 વર્ષની સૌથી ખરાબ સિક્વલ માટે પુરસ્કૃત કરાઈ. સૌથી બેકાર બ્રેક થ્રૂ ઍવૉર્ડ માટે જિસ્મ 2 ફિલ્મના સન્ની લિયોનની પસંગી કરાઈ.
નોંધનીય છે કે ઘંટા ઍવૉર્ડની શરુઆત વર્ષ 2011માં કરાઈ હતી. પ્રથમ વાર આ ઍવૉર્ડ ફિલ્મ ફેલના નામે અપાતા હતાં. આ ઍવૉર્ડ ફંક્શન દરમિયાન બૉલીવુડની ફિલ્મો ઉપર કટાક્ષ કરાય છે અને તેમને ખરાબ ફિલ્મોના ઍવૉર્ડથી નવાજાય છે. આ ફંક્શન દરમયાન એક્ટરોને પણ તેમની ફિલ્મોમાં ખરાબ પરફૉર્મન્સ માટે ઍવૉર્ડ અપાય છે. આ વર્ષના ઍવૉર્ડ ફંક્શનમાં સલમાન-શાહરુખ બંને સાથે નૉમિનેટ થયાં અને બંનેને ઘંટા ઍવૉર્ડ મળ્યો.












Click it and Unblock the Notifications
