
સોનૂ સૂદને યુવતીએ કહ્યુ મને સલૂન પહોંચાડી દો, અભિનેતાનો રસપ્રદ જવાબ થઈ રહ્યો છે વાયરલ
કોરોના સંકટના કારણે દેશમાં લૉકડાઉન છે જેના કારણે લાખો પ્રવાસી મજૂર બીજા રાજ્યોમાં ફસાયેલા છે અને પોતાના ઘરે જવા માટે મદદ માંગી રહ્યા છે. આ તમામ મજૂરો માટે બૉલિવુડ એક્ટર સોનૂ સૂદ મસીહા બનીને સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી સંખ્યામાં મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે સતત મદદ પૂરી પાડી રહ્યા છે. તે આ મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી રહ્યા છે જેથી આ મજૂર પોતાના ઘરે પહોંચી શકે. સોશિયલ મીડિયા પર પ્રવાસી મજૂરો ઉપરાંત પણ ઘણા એવા લોકો છે જે વિચિત્ર મદદની માંગ કરી રહ્યા છે. અમુક કહે છે કે મને મારી ગર્લફ્રેન્ડ પાસે જવુ છે, અમુક કહે છે કે મારે ગોવા જવુ છે, તો હવે એક યુઝરે કહ્યુ છે કે તેને પાર્લર જવુ છે. આ લોકોને પણ સોનૂ ખૂબ જ રસપ્રદ અંદાજમાં જવાબ આપી રહ્યા છે. સોનૂ સૂદનો આ જવાબ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સલૂન જઈને શું કરશો
સોનૂ સૂદને એક ટ્વિટર યુઝરે ટ્વિટ કરીને કહ્યુ કે શું તમે મારી મદદ કરી શકો છો,હું અઢી મહિનાથી પાર્લર નથી ગઈ, કૃપા કરીને મને મદદ કરો, સલુન પહોંચાડી દો. જો કે આગળ સ્માઈલી સાથે યુઝરે લખ્યુ છે કે હું માત્ર મજાક કરી રહી છુ, તમે સાચેમાં રીયલ લાઈફ હીરો છો, ઈશ્વર તમને આશીર્વાદ આપે. આના જવાબમાં સોનૂ સૂદે ટ્વિટ કરીને લખ્યુ કે સલૂન જઈને શું કરશો, સલૂનવાળાને તો હિં તેમના ગામ મૂકી આવ્યો. તેમની પાછળ તેમના ગામ જવુ હોય તો બોલો.

પરાઠા, ચા ઉધાર
એક યુઝરે ટ્વિટ કરીને કહ્યુ, જ્યારે બધુ ઠીક થઈ જશે, એ પછી તમારે સન્ડે છુટ્ટી લેવી પડશે. લોકો તમને મળવા જશે અને પૂછશે કે સોનૂ સૂદનુ ઘર ક્યાં છો. સોનૂ સૂદ આગામી અમિતાભ. આ ટ્વિટનો સોનૂ સૂદે પણ બહુ કુલ અંદાજમાં જવાબ આપ્યો છે. આ ટ્વિટ પર રિપ્લાય કરીને સોનૂ સૂદે કહ્યુ કે એ મારા ઘરે કેમ આવશે દોસ્ત. હું એ બધાના ઘરે જઈશ. બહુ બધા આલુના પરાઠા, પાન અને ચા ઉધાર છે મારા ભાઈઓ પર. તમને જણાવી દઈએ કે સોનૂ સૂદે આ ઉપરાંત પણ ઘણા યુઝરનો જવાબ આપ્યો.

સ્મૃતિ ઈરાનીએ કરી પ્રશંસા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોનૂ સૂદની પ્રશંસા કરી છે. સ્મૃતિએ લખ્યુ છે, 'સોનૂ તમે જરૂરતમંદો માટે જે દયા બતાવી છે તેના પર મને ગર્વ છે.' સોનૂ સૂદના એક ટ્વિટને શેર કરીને સ્મૃતિ ઈરાનીએ લખ્યુ - પોતાના સાથી કલાકાર તરીકે હું તમને 2 દશકથી જાણુ છુ સોનૂ. એક એક્ટર તરીકે તમારી સામે આવવુ મે સેલિબ્રેટ કર્યુ છે. પરંતુ આજની આ મુશ્કેલ સ્થિતિમાં જે દયા તમે બતાવી છે તેણે મને ગર્વ કરવાનો મોકો આપ્યો છે.
અમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ