ગોવાએ સચિન, દીપિકા અને કરીનાને ‘ના’ પાડી!
મુંબઈ, 26 સપ્ટેમ્બર : ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે ઘણી બૉલીવુડ હસ્તીઓ તૈયાર હતી, પરંતુ ગોવા સરકારનું માનવું છે કે ગોવા પોતાની જાતમાં એક બ્રાન્ડ છે અને તેને કોઈના સહારાની જરૂર નથી.

ગોવાના પર્યટન મંત્રી દિલીપ પારુલેકરે જણાવ્યું કે ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની લાઇનમાં સચિન તેંડુલકર, દીપિકા પાદુકોણે, કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ છે, પરંતુ રાજ્યે પોતાના પ્રચાર માટે કોઈ સ્ટારની જરૂર નથી. પારુલેકરે જણાવ્યું કે ગોવા પોતાની જાતમાં અગાઉથી જ એક હસ્તી છે. તેને પ્રચાર માટે કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર નથી જણાતી.
તેમણે જણાવ્યું - અમને માર્કેટિંગ એજંસીઓ દ્વારા ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે સચિન તેંડુલકર, દીપિકા પાદુકોણે, કરીના કપૂર તેમજ તેમના પતિ સૈફ અલી ખાન તરફથી પ્રસ્તાવો મળ્યાં છે, પરંતુ ગોવાના પ્રચાર માટે રાજ્ય સરકાર કોઈ પણ બૉલીવુડ હસ્તીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઇચ્છા ધરાવતી નથી. તેમણે જણાવ્યું - અમારી છબી એવી છે કે કોઈ પણ પ્રવાસી અન્યત્ર જવા કરતાં ગોવાની જ પસંદગી કરશે. થોડાંક વર્ષ અગાઉ અભિનેત્રી પ્રાચી દેસાઈ ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયા હતાં.












Click it and Unblock the Notifications
