For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હૅપ્પી એનિવર્સરી સાથે થશે ઐશ્વર્યાનું કમબૅક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 સપ્ટેમ્બર : અને આખરે ઇંતેજાર પૂરો થયો અને લોકોના કાનોમાં બૉલીવુડના સૌથી સુંદર મમ્મીઓમાંના એક ઐશ્વર્યા રાયના કમબૅકના સમાચાર પડ્યાં છે. હા જી, આપના મનપસંદ અભિનેત્રી ઐશ્વર્યા રાય નિર્માતા ગૌરાંગ દોશીની ફિલ્મ હૅપ્પી એનિવર્સરી સાથે રૂપેરી પડદે કમબૅક કરવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં તેમના હીરો અભિષેક બચ્ચન જ હશે.

ગૌરાંગ દોશીએ જણાવ્યું - મારી પાસે ઘણા વખતથી હૅપ્પી એનિવર્સરીની સ્ક્રિપ્ટ લખેલી પડી હતી, પણ હું ઐશ્વર્યાની જ રાહ જોઈ રહ્યો હતો, કારણ કે મને લાગે છે કે તેમની વાર્તાના પાત્રોને રૂપેરી પડદે માત્ર અભિ-ઐશ જ સાકાર કરી શકે છે અને તે પણ ઈમાનદારીપૂર્વક, કારણ કે બંને જ રીયલ લાઇફમાં ખૂબ જ લવિંગ કપલ છે. બંનેને લોકો સાથે જોવાનું પસંદ કરે છે અને તેમને એડમાઇર પણ કરે છે.

હૅપ્પી એનિવર્સરી ફિલ્મનું દિગ્દર્શન પ્રહ્લાદ કક્કડ કરશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકમાં શરૂ થશે. 65 કરોડનું બજેટ ધરાવતી ફિલ્મ અંગે ગૌરાંગે જણાવ્યું - મને લાગે છે કે વૈવાહિક સંબંધોની સુંદર વાર્તાને લોકો હૅપ્પી એનિવર્સરી તરીકે જરૂર પસંદ કરશે.

પતિ સાથે કમબૅક

પતિ સાથે કમબૅક

ઐશ્વર્યા રાય નિર્માતા ગૌરાંગ દોશીની હૅપ્પી એનિવર્સરી ફિલ્મ દ્વારા કમબૅક કરશે. ફિલ્મમાં તેમના હીરો રીયલ પતિ અભિષેક બચ્ચન હશે.

અગાઉ માસૂમની ચર્ચા

અગાઉ માસૂમની ચર્ચા

અગાઉ કહેવાતુ હતું કે ઐશ્વર્યા રાય માસૂમ ફિલ્મની રીમેક સાથે કમબૅક કરશે કે જેમાં તેમના હીરો અભિષેક હશે. આ ફિલ્મ હિમેશ રેશમિયા બનાવતા હોવાની ચર્ચા હતી, પરંતુ આ ચર્ચા અફવા જ નિકળી.

એસએલબીના આયટમ ગર્લ

એસએલબીના આયટમ ગર્લ

પછી એમ જણાવાયું કે ઐશ એસએલબીની રામલીલામાં આયટમ સૉંગ કરી કમબૅક કરશે. તે પણ અફવા જ સાબિત થયું.

લોકપ્રિયતા અકબંધ

લોકપ્રિયતા અકબંધ

માતા બન્યા બાદ ભલે ઐશ સ્ક્રીનથી દૂર થઈ ગયા હોય, પણ તેઓ એડ જગત અને ઈવેંટમાં સક્રિય છે અને તેમની લોકપ્રિયતા આજેય અકબંધ છે.

આજે પણ હસીન

આજે પણ હસીન

ભલે આજે ઐશ આરાધ્યા જેવી લવિંગ બાળકીના માતા હોય, પણ આજેય તેઓના સૌંદર્યમાં કોઈ ઓટ નથી આવી. પ્રસુતિ પછી વજન થોડુંક વધ્યુ હતું, પરંતુ કૅન્સ મહોત્સવમાં તેમણે પોતાની ફિટનેસ બતાવી સૌને શાંત કરી નાંખ્યાં.

English summary
Actress Aishwarya Rai is returning to the arclights with Abhishek Bachchan in "Happy Anniversary" and the film's producer says she will be back on the big screen in the same avatar as seen in "Dhoom 2".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X