For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 4 ભારતીય શામેલ

પ્રિયંકા ચોપડા હવે ઓળખાણની મોહતાજ નથી. બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પ્રિયંકા ચોપડાએ પોતાના અભિનયથી બહોળો ચાહકવર્ગ એકઠો કર્યો છે. પ્રિયંકા ચોપડા કરોડોની માલિક હોવાના સાથે સાથે એક પ્રભાવશાળી હસ્તી પણ છે.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા હવે ઓળખાણની મોહતાજ નથી. બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પ્રિયંકા ચોપડાએ પોતાના અભિનયથી બહોળો ચાહકવર્ગ એકઠો કર્યો છે. પ્રિયંકા ચોપડા કરોડોની માલિક હોવાના સાથે સાથે એક પ્રભાવશાળી હસ્તી પણ છે. બીબીસી દ્વારા જાહેર કરવામાં આવેલી દુનિયાની સૌથી પ્રતિભાશાળી 100 મહિલાઓની યાદીમાં 4 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. જેમાંથી એક પ્રિયંકા ચોપડા છે.

આ ભારતીય મહિલાઓના નામ શામેલ

આ ભારતીય મહિલાઓના નામ શામેલ

આ યાદીમાં બાકીની 3 ભારતીય મહિલાઓમાં એરોનોટિકલ એન્જિનિયર સિરિષા બંદલા, લેખિકા ગીતાંજલિ શ્રી અને સામાજિક કાર્યકર સ્નેહા જાવલેના નામ શામેલ છે. આ લીસ્ટમાં પ્રિયંકા ચોપરાને બોલીવુડની સૌથી મોટી સ્ટાર ગણાવવામાં આવી છે, જેણે 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ વર્ષ 2002માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

હોલીવુડમાં પણ પ્રિયંકા ચોપડાનો જાદુ

હોલીવુડમાં પણ પ્રિયંકા ચોપડાનો જાદુ

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2015માં અમેરિકન ડ્રામા સીરિઝ 'ક્વોન્ટિકો'માં કામ કર્યું હતું અને ઘણી પ્રશંસા મેળવી હતી. આ પછી તેણે ભારતમાં પોતાની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી હતી. આ સાથે પ્રિયંકા ચોપરા યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પણ છે, જે બાળકોના અધિકારો અને છોકરીઓના શિક્ષણ માટે કામ કરે છે.

પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ

પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ

આ લીસ્ટમાં પ્રિયંકાનું નામ હોવું તેના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. બીજી તરફ પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આવતા વર્ષે તે ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝારા'નું શૂટિંગ શરૂ કરશે, જેમાં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે.

English summary
4 Indians in the list of 100 most powerful women in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X