Adipurush Trailer : આદિપુરૂષનું ટિઝર રિલીઝ, લોકો કાસ્ટિંગ થી થયા ખુશ

સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ફિલ્મ બાહુબલીમાં પોતાની શાનદાર એક્ટિંગ કર્યા બાદ લોકોના દિલમાં આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. જોકે, હાલમાં પ્રભાષ પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરૂષને કારણે ચર્ચામાં છે.

Adipurush Trailer : સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ફિલ્મ બાહુબલીમાં પોતાની શાનદાર એક્ટિંગ કર્યા બાદ લોકોના દિલમાં આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. જોકે, હાલમાં પ્રભાષ પોતાની અપકમિંગ ફિલ્મ આદિપુરૂષને કારણે ચર્ચામાં છે. પ્રભાષની ફિલ્મ આદિપુરૂષનું ટિઝર રિલીઝ થતાની સાથે તેના પર ચાહકો વખાણની પૂષ્પવર્ષા કરી રહ્યા છે.

આદિપુરૂષના ટિઝરને મળ્યો બહોળો પ્રતિસાદ

આદિપુરૂષના ટિઝરને મળ્યો બહોળો પ્રતિસાદ

આવી સ્થિતિમાં 2 ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસર પર ફિલ્મ 'આદિપુરુષ' ના ટિઝર લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યુંહતું.

શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં 50 ફૂટ લાંબા પોસ્ટર સાથે ફિલ્મ 'આદિપુરુષ'નું ટિઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટિઝરહાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મનું ટિઝરને લોકોનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળશે પ્રભાસ

પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળશે પ્રભાસ

અત્રે નોંધનીય બાબત છે કે, અયોધ્યામાં સરયૂ નદીના કિનારા પર ફિલ્મ મેકર્સ દ્વારા આ ફિલ્મના ટિઝર લોન્ચ ઈવેન્ટનો ભવ્ય કાર્યક્રમઆયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ફિલ્મના લીડ એક્ટર પ્રભાસ અને લીડ એક્ટ્રેસ કૃતિ સેનન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ બાદ ફિલ્મની ટીમે મીડિયાકર્મીઓ સાથે ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી.

ચારે તરફ થઇ રહી છે પ્રભાસના પાત્રની ચર્ચા

ચારે તરફ થઇ રહી છે પ્રભાસના પાત્રની ચર્ચા

આ પહેલા ફિલ્મ આદિપુરુષ નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, જે લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ ધમાકેદારરીતે રિલીઝ કરવામાં આવેલા ટિઝરે લોકોને ચોંકાવી દીધા હતા.

આદિપુરૂષ ફિલ્મમાં પ્રભાસનું પાત્ર લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવીરહ્યું છે અને હવે લોકો ફિલ્મની રાહ આતુરતાથી જોઇ રહ્યા છે.

5 ભાષાઓમાં રિલીઝ થયું આદિપુરુષ નું ટિઝર

5 ભાષાઓમાં રિલીઝ થયું આદિપુરુષ નું ટિઝર

આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે મા સીતાની ભૂમિકા કૃતિ સેનન ભજવી રહી છે. આ ટિઝરમાંપહેલીવાર મેકર્સ દ્વારા સૈફ અલી ખાનનો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોઇ શકાય છે.

12 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ આદિપુરૂષ

ફિલ્મના ટિઝર લોન્ચ ઈવેન્ટમાં સરયૂ નદીની વચ્ચે ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન પોસ્ટર પાણીમાંથી

બહાર આવ્યું હતું અને પછી આદિપુરુષ નો ઝળહળતો અવતાર લોકોને જોવા મળ્યો હતો. આ ટિઝરને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું

છે. આ અંગે વાત કરતા આદિપુરૂષના મેકર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મ આદિપુરુષ નું બજેટ ફિલ્મ બાહુબલી કરતા ઘણું જ વધારે

છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X