અક્ષય કુમાર અજિત ડોભાલ પર ફિલ્મ બનાવશે, જાણો કહાનીમાં શું હશે ખાસ

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે. આ પછી પણ, તેમના હાથમાં એક પછી એક ઘણી ફિલ્મો છે.

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે. આ પછી પણ, તેમના હાથમાં એક પછી એક ઘણી ફિલ્મો છે. સમાચાર છે કે તેઓ ટૂંક સમયમાં દિગ્દર્શક નીરજ પાંડે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની કારકિર્દી પર આધારિત ફિલ્મ બનાવી શકે છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટીંગનું કામ ચાલી રહ્યું છે. તેથી તેમાં થોડો સમય લાગી શકે છે.

નીરજ પાંડેની આ ફિલ્મમાં અક્ષય જોવા મળશે

નીરજ પાંડેની આ ફિલ્મમાં અક્ષય જોવા મળશે

અજીત ડોભાલના કરિયર પર ફિલ્મની પહેલા અક્ષય નીરજની જ ફિલ્મ ક્રેકમાં જોવા મળશે. આ ફિલ્મની ઘોષણા 2016 માં કરવામાં આવી હતી અને તે 2017 ના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર ન થઇ શકી. જણાવી દઈએ કે અક્ષયે નીરજ સાથે 'બેબી' અને 'સ્પેશિયલ 26' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અક્ષયે 2 કરોડ રૂપિયાની મદદ આસામ પૂર પીડિતોને આપી હતી

અક્ષયે 2 કરોડ રૂપિયાની મદદ આસામ પૂર પીડિતોને આપી હતી

અક્ષય કુમાર તાજેતરમાં જ આસામના પૂર પીડિતોને મદદ કરવા માટે ચર્ચામાં આવ્યા હતા. અક્ષય કુમારે આસામ પૂર માટે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમાંથી એક કરોડ રૂપિયા આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં અને એક કરોડ રૂપિયા રાહત અને બચાવ કાર્ય માટે આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં મોકલવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જારી થયેલ ફોર્બ્સની સૂચિ મુજબ અક્ષય કુમાર વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓમાંથી એક છે. અક્ષય કુમારે ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પર આસામ પૂર પીડિતોને આપેલા દાન અંગેની માહિતી શેર કરી હતી. ત્યારે અક્ષયે લોકોને પણ આ મુશ્કેલ સમયમાં આસામની જનતાની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી.

અક્ષય કુમારની 'મિશન મંગલ' સ્વતંત્રતા દિવસ પર આવશે

અક્ષય કુમારની 'મિશન મંગલ' સ્વતંત્રતા દિવસ પર આવશે

જણાવી દઈએ કે અક્ષય કુમાર હાલમાં મિશન મંગળ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ ભારતના પ્રથમ ઇન્ટરપ્લેનેટરી મિશન માર્સ ઓર્બિટર મિશનની આસપાસ ફરતી જોવા મળી શકે છે. એક ટ્વીટમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તેમણે તેમની પુત્રી અને તેની ઉંમરના બાળકો માટે ભારત મિશન મંગલની અવિશ્વસનીય સાચી કહાનીથી પરિચિત કરાવવા માટે મિશન મંગલને લીધી છે. અક્ષયે આશા વ્યક્ત કરી છે કે આ ફિલ્મ દર્શકોનું જેટલું મનોરંજન કરશે તેટલી જ પ્રેરણા પણ આપશે.

આ પણ વાંચો: પ્રભાસની સાહોને કારણે આ ફિલ્મોની રિલીઝ ડેટ બદલાઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X