આલિયાએ શેર કરી નો મેકઅપ બિકિની સેલ્ફી, આ સેલેબ્સે કરી કોમેન્ટ

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની અભિનેત્રી આલિયા ભટ્ટે લેટેસ્ટ બિકિની ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આલિયા ભટ્ટની આ નો મેકઅપની સેલ્ફીને ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

Bollywood News : ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની અભિનેત્રી આલિયા ભટ્ટે લેટેસ્ટ બિકિની ફોટો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આલિયા ભટ્ટની આ નો મેકઅપની સેલ્ફીને ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આલિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચાહકો માટે આવા ફોટોગ્રાફ્સ મૂકતી રહે છે. તેના હોટ અને સેક્સી લૂકના કારણે સોશિયલ મીડિયા પર તેનો દબદબો કાયમ છે.

Alia Bhatt

આલિયા ભટ્ટે સોમવારના રોજ લેટેસ્ટ બિકિની ફોટો શેર કર્યો છે. જેમાં તે બીચ વેકેશનની મજા માણતી જોવા મળી રહી છે. આ ફોટોમાં આલિયા બ્લુ બિકિનીમાં જોવા મળી રહી છે. માથા પર ટોપી પહેરીને કૂલ લૂકમાં આકર્ષક લાગી રહી છે. આ ફોટો પર તેના ફેન્સે કોમેન્ટનો વરસાદ કર્યો હતો. આ સાથે જ અનેક સેલેબ્સે પણ આ ફોટોમાં કોમેન્ટ કરી હતી.

આ તસવીર શેર કરતા આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, સ્માઇલ, ડ્રીમ અને શાઇન. મનીષ મલ્હોત્રાએ આ ફોટોને શાનદાર ગણાવ્યો હતો, જ્યારે આલિયાના નો મેકઅપ લુકને હાર્ટ ઇમોજીસથી જેક્લીન ફર્નાન્ડિઝને વધાવી લીધો હતો. આ સિવાય મૌની રોયે પણ આ ફોટોમાં કોમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મૌની રોય અને આલિયા ભટ્ટે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર હજૂ રિલીઝ થઈ નથી. કોરોના સંક્રમણ તેમજ અન્ય કારણોને લીધે ફિલ્મ હજૂ પૂર્ણ થઈ શકી નથી. આલિયા ભટ્ટના ફેન્સને બ્રહ્માસ્ત્ર માટે હજૂ રાહ જોવી પડશે.

Alia Bhatt

તાજેતરમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મના કારણે કરણ જોહરથી લઈને આલિયા ભટ્ટ સુધી તમામ સોશિયલ મીડિયા પર હાંસીનું પાત્ર બન્યા હતા. ફિલ્મ બ્રહ્માસ્ત્રની જાહેરાત સાત વર્ષ પહેલા કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મ હજૂ સુધી બની નથી. જે કારણે ફેન્સે આ માટે રણબીર અને આલિયા પર નિશાન સાધ્યું હતું.

આલિયા ભટ્ટ બની જલપરી

જ્યારે આલિયા ભટ્ટે આ બિકીની ફોટો શેર કર્યો, ત્યારે ચાહકોએ તેને જલપરી ગણાવી. તે એક જલપરીની જેમ જ પાણીમાં ડૂબકી મારતી જોવા મળી હતી.

Alia Bhatt

આલિયા ભટ્ટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

આલિયા ભટ્ટની આ તસવીર ઘણી જૂની છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાના થોડા જ સમયમાં આલિયા ભટ્ટે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ આલિયા આ મેગેઝિનના કવર પેજ પર બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.

Alia Bhatt

આલિયા ભટ્ટ છે બિકિની લવર

આલિયા ભટ્ટ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંનેમાં એકદમ પરફેક્ટ છે. ફિલ્મો ઉપરાંત, તે હંમેશાં સમય કાઢીને વેકેશનમાં મિત્રો સાથે મોજ માણતી જોવા મળે છે. આલિયા ભટ્ટના બિકિની પહેરેલા ફોટો સોશિયલ મીડિયા વધું જોવા મળશે. આલિયા પોતાને બિકિની લવર કહે છે.

Alia Bhatt

આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ

આલિયા ભટ્ટ સાથેની આ તસવીરમાં તેની બેસ્ટિ આકાંક્ષા છે. મોટે ભાગે આલિયા અને આકાંક્ષા ફેમિલી ફંક્શનમાં અને ક્યારેક વેકેશનમાં સાથે જોવા મળે છે. બંને ઘણી વાર એકબીજા સાથે ફંક્શન અને પાર્ટીની મોજ માણતા જોવા મળે છે.

Alia Bhatt

આલિયા ભટ્ટની આગામી ફિલ્મો

આલિયા ભટ્ટના કામ વિશે વાત કરવામાં આવે તો તે ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર, આરઆરઆર સહિતના મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. આ સિવાય તે કરણ જોહરની તાજેતરમાં જાહેર કરેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આલિયાએ બીજી વાર રણવીર સિંહ સાથે બનાવી જોડી

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ એક સાથે ગલી બોયમાં જોવા મળી છે. બંનેની જોડીને લોકોએ પસંદ કરી હતી. જે કારણે આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X