છુટાછેડાની અફવાનો અંત, વાયરલ થયો એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનો વીડિયો
Abhishek Aishwarya viral video: વર્તમાન સમયમાં સૌથી વધુ ચર્ચામાં કોઈ કપલ છે તો એ છે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન. એશ-અભિના છુટાછેડાની અફવાથી સમાચારોની હેડલાઈન્સ પર છવાયેલા રહે છે.
આ વચ્ચે તેમના જૂના અને નવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક હોળીની પાર્ટીમાં તો ક્યારેક અંબાણીના લગ્નમાં ઐશ્વર્યાને એકલી જોવા મળી રહી છે, જે કારણે તેમના છુટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું.
સમાચાર પત્રોના અહેવાલો આવી રહ્યા છે કે, આ કપલ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે, પરંતુ હવે એક એવી વાત સામે આવી છે, જેને જોયા પછી કદાચ છૂટાછેડાની વાત કરનારાઓનું મોંઢું બંધ થઈ જશે.
આઈફા એવોર્ડ માટે તમામ સ્ટાર્સ અબુ ધાબી પહોંચી ગયા છે. આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા માટે ઘણા પ્રખ્યાત સ્ટાર્સ પહોંચી રહ્યા છે. જેમાં ઐશ્વર્યા રાય પણ પહોંચી છે.

ઐશ્વર્યા રાયને પણ પૂછવામાં આવ્યું હતું કે, તે પોતાની દીકરી સાથે જ કેમ રહે છે. તેણી ખૂબ એકલી છે, પરંતુ આ બધાની વચ્ચે જે ક્લિપ સામે આવી છે, તેણે બધાને ચોંકાવી દીધા છે.
સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય અને અભિષેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને બેઠા છે. દર્શકોમાં ઐશ્વર્યા રાય બેઠી છે, અને અભિષેક બચ્ચન ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ કરતી વખતે તે ઐશ્વર્યા રાયને ખૂબ જ પ્રેમથી જોવા લાગે છે.
આ પછી તે ઐશ્વર્યાને કિસ કરે છે. હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ક્લિપ નવી નથી, પરંતુ તે એક થ્રોબેક વીડિયો છે. આ જૂના IIFA નું છે.
ફેન્સને એવી આશા હતી કે, આ ક્લિપ નવી હશે અને દંપતી વચ્ચે બધું બરાબર થઈ ગયું હશે. આ ક્લિપે સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દીધા છે.
નોંધનીય બાબત છે કે, ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેમના છૂટાછેડાના સમાચારો ચર્ચામાં છે. જોકે, આ દંપતીએ છૂટાછેડાના સમાચાર અંગે મગનું નામ મરી પાડ્યું નથી.












Click it and Unblock the Notifications
