Ananya pandey affair : કોણ છે અનન્યા પાંડેનો મિસ્ટર વર્લ્ડવાઈલ્ડ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ?

Ananya pandey affair : અભિનેત્રી અનન્યા પાંડે હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણીનું નામ મોડલ વોકર બ્લેન્કો સાથે જોડાઈ રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

અનન્યા પાંડેનું નામ અગાઉ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોડાયું હતું. બંનેને ઘણીવાર સાથે જોવામાં આવ્યા હતા અને તેમના સંબંધોની ચર્ચા બોલિવૂડમાં ચાલી હતી. જો કે બંનેએ કોઈ કારણે અલગ થવાનો નિર્ણય લીધો.

Ananya pandey affair

હવે હાલમાં જ મોડલ વોકર બ્લેન્કો અને અનન્યા પાંડેની નજીકીઓ ચર્ચાનો વિષય બની છે. વોકર બ્લેન્કોએ તાજેતરમાં એક ફોટો પોસ્ટ કરી, જેના પર અનન્યા પાંડેની ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણીએ કોમેન્ટમાં લખ્યું કે, માય વર્લ્ડવાઈડ...- જેના પરથી કયાસો લગાવવામાં આવી રહ્યા છે કે બંને એકબીજાના પ્રેમમાં છે.

અહેવાલો અનુસાર, અનન્યા અને વોકરની પહેલી મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં થઈ હતી. ત્યારબાદ બંનેની વચ્ચે મિત્રતા વધી અને ધીમે ધીમે આ સંબંધ વધુ ઘનિષ્ઠ બન્યો. આદિત્ય રોય કપૂરથી બ્રેકઅપ પછી અનન્યાના કોઈ સક્રિય સંબંધ નહોતા પણ હવે વોકર બ્લેન્કો સાથે તેની સંબંધોની ચર્ચા વધી રહી છે.

વોકર બ્લેન્કો અને અનન્યા પાંડે એકબીજાની પોસ્ટ પર વારંવાર કોમેન્ટ કરતા જોવા મળે છે. અનન્યાની બહેન રિસા પાંડેએ પણ વોકરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી, જેનાથી આ સંબંધ પર વધુ સ્પષ્ટતા આવી છે. અનન્યાના જન્મદિવસે વોકરે એક ખાસ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે અનન્યાને એની કહીને સંબોધી હતી, જેનાથી ચાહકોમાં વધુ ઉત્સુકતા જાગી છે.

હાલ અનન્યા અને વોકરે તેમના સંબંધો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે સોશિયલ મીડિયા પર બંનેની કેમેસ્ટ્રી અને પારસ્પરિક પ્રતિક્રિયાઓએ ચાહકોમાં નવી ચર્ચા જગાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X