સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહની ખુરશી ખતરામાં! લોકોએ લીધી મજા
2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો હતો.
નવી દિલ્હી : 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જ્યોત કૌરનો વિજય થયો છે. રસપ્રદ વાત એ છે કે, સિદ્ધુની હાર બાદ અચાનક જ અર્ચના પુરણ સિંહ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી છે.
|
અર્ચનાને તેની ખુરશીની ચિંતા છે!
અર્ચના પુરણ સિંહના ફની મીમ્સ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, સિદ્ધુની હાર બાદ અર્ચનાની ખુરશી ખતરામાં છે. લોકો વિવિધ પ્રકારના ફનીમીમ્સ શેર કરી રહ્યા છે.
ખરેખર વર્ષ 2019માં 'ધ કપિલ શર્મા શો'માં અર્ચનાની જગ્યાએ નવજોત સિંહ સિદ્ધુને લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે પુલવામા આતંકી હુમલાઅંગેના નિવેદન બાદ સિદ્ધુને કપિલના શોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શોમાં તેનું સ્થાન અર્ચના પુરણ સિંહે લીધું હતું.
|
અર્ચના પુરણ સિંહે આ જવાબ આપ્યો
આ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ હતી, જેના પર અર્ચનાએપોતાની પ્રતિક્રિયા આપી હતી.
ETimes સાથેની વાતચીતમાં, અર્ચનાને તેના અને કપિલના શો પર બની રહેલા મીમ્સ વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે, મને વર્ષોથી આવા જોક્સનો શિકાર બનાવવામાં આવે છે, પરંતુ મેં તેની પરવા કરી નથી અને ક્યારેય તેને ગંભીરતાથી લીધી નથી. જો સિદ્ધુ શોમાં પાછા ફરવા માગે છે, તોમારી પાસે બીજા ઘણા અસાઇનમેન્ટ છે, જે મેં છેલ્લા ઘણા મહિનાઓમાં નકારી કાઢ્યા હતા.
|
લોકોનું ખૂબ મનોરંજન કરે છે કપિલ શર્મા શો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી 'ધ કપિલ શર્મા શો' લોકોનું મનોરંજન કરી રહ્યો છે. કપિલ શર્મા આ શોને હોસ્ટ કરે છે. આવા સમયે, કૃષ્ણા અભિષેક, સુમોનાચક્રવર્તી, ચંદન પ્રભાકર, કીકુ શારદા અને સુદેશ લહેરી જેવા સ્ટાર્સ જુદા જુદા પાત્રોમાં લોકોને હસાવતા જોવા મળે છે.
આ અગાઉ સુનીલ ગ્રોવર અને અસગર અલીપણ આ શોનો ભાગ હતા, પરંતુ કપિલ સાથેના વિવાદ બાદ તેઓએ શો છોડી દીધો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
