2022માં મોટા બેનરની આ બોલીવુડ ફિલ્મો રિલીઝ થશે
વર્ષ 2022 બોલીવુડની કેટલીક ખાસ ફિલ્મોના આગમનનો માર્ગ મોકળો કરશે અને આ મજબૂત ફિલ્મો માટે બોક્સ ઓફિસ પર બુકિંગ પહેલેથી જ ચાલુ છે.
વર્ષ 2022 બોલીવુડની કેટલીક ખાસ ફિલ્મોના આગમનનો માર્ગ મોકળો કરશે અને આ મજબૂત ફિલ્મો માટે બોક્સ ઓફિસ પર બુકિંગ પહેલેથી જ ચાલુ છે. દર્શકો તેમના મનપસંદ બોલીવુડ સિનેમાની આ આવનારી મોટી અને શ્રેષ્ઠ બોલીવુડ મૂવીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2022ની આ બોલીવુડ મૂવી વિવિધ શૈલીઓ સાથે રિલીઝ થવા માટે તૈયાર છે. અહીં અમે તમારા માટે 2022ની મોસ્ટ અવેઈટેડ બોલીવુડ મૂવીઝની યાદી લઈને આવ્યા છીએ.

1. ગણપત : ભાગ 1
વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગણપત પાર્ટ 1'માં ટાઈગર શ્રોફ સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2022માં સિનેમાઘરોમાં રિલીઝથશે.

2. ભેડિયા
વરુણ ધવન અને કૃતિ સેનન ફિલ્મ 'ભેડિયા'થી ફરી એકવાર સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ 25 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે.

3. રામ સેતુ
અભિષેક શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રામ સેતુ'માં અક્ષય કુમાર, જેકલીન અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 24 ઓક્ટોબર, 2022નારોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

4. આદિપુરુષ
મેથલોજિકલ ફિલ્મ 'આદિપુરુષ'માં અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત હશે. આ ફિલ્મ 11ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થશે.

5. મેદાન
અજય દેવગણ આગામી બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેદાનમાં સઈદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથની અભિનેત્રી પ્રિયામણી પણલીડ રોલમાં હશે. આ ફિલ્મ 3 જૂન, 2022ના રોજ રિલીઝ થશે.

6. હીરોપંતી 2
રોમાન્સ એક્શન ડ્રામા ફિલ્મ 'હીરોપંતી 2' વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ હીરોપંતીની સિક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે તારા સુતારિયા લીડ રોલમાંજોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થશે.

7. લાલ સિંહ ચઢ્ઢા
કોમેડી ડ્રામા ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન અને કરીના કપૂર સાથે સાઉથનો સ્ટાર નાગા ચૈતન્ય લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજરિલીઝ થવાની છે.

8. KGF ચેપ્ટર 2
પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ KGF ચેપ્ટર 2 એ વર્ષ 2018 માં રિલીઝ થયેલ KGF ચેપ્ટર 1 નો બીજો હપ્તો છે. હિન્દી સિવાય આ ફિલ્મ કન્નડ, મલયાલમ, તેલુગુઅને તમિલ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.

9. ધાકડ
ફિલ્મ ધાકડમાં કંગના એજન્ટના મજબૂત એક્શન રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ જોવા મળશે.

10. ભૂલ ભુલૈયા 2
કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' 25 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા ની સિક્વલ છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથેકિયારા અડવાણી પણ લીડ રોલમાં છે.

11. શમશેરા
પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 18 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝથવાની છે.

12. બચ્ચન પાંડે
અક્ષય કુમાર સાથે કૃતિ સેનનની પ્રથમ ફિલ્મ 'બચ્ચન પાંડે' એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે.

13. ગંગુબાઈ કાઠિયાવાડી
આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ની પટકથા હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન ઑફ મુંબઈ' પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ગંગુબાઈની મુખ્ય ભૂમિકામાં જોવામળશે.
ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગન, ઈમરાન હાશ્મી અને હુમા કુરેશી ખાસ ભૂમિકામાં જોવા મળશે.

14. પૃથ્વીરાજ
અક્ષય કુમાર અને માનુષી છિલ્લર મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત ફિલ્મ ' પૃથ્વીરાજ ' માં સાથે જોવા મળશે. અક્ષય આ ફિલ્મમાં પૃથ્વીરાજ ની ભૂમિકાનિભાવશે અને માનુષી આ ફિલ્મમાં સયોગિતાની ભૂમિકા નિભાવશે.

15. રાધે શ્યામ
અભિનેતા પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડે પીરિયડ સાયન્સ ફિક્શન રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ' રાધે શ્યામ ' માં સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ 14 જાન્યુઆરી,2022 નક્કી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
