Bollywood Actress: લગ્ન પહેલા મા બની ચૂકી છે આ બોલીવુડ હિરોઇન્સ, એકના લગ્ન તો હજુ પણ બાકી છે
Bollywood Actress: બોલીવુડ એક્ટ્રેસ પોતાની ફિલ્મો કરતા વધુ પોતાના અંગત જીવને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઇલિયાના ડિક્રુઝે પોતાની ગર્ભાવસ્થા અંગે જાહેરાત કરી હતી. જે બાદ તે સતત ચર્ચામાં રહે છે.
ઇલિયાનાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે કુંવારી માતા કે સિંગલ મધર છે. આ પહેલી વાર નથી કે, કોઇ એક્ટ્રેસ કુવારી માતા બની હોય, આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ કુંવારી માતા બની ચુકી છે.

ઇલિયાના ડીક્રુઝ - બરફી અને રુસ્તમ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કૌશલ્ય દેખાડી ચૂકેલી ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સમાચાર અનુસાર ઇલિયાના ડીક્રુઝે હજૂ સુધી લગ્ન કર્યા નથી.
શ્રીદેવી - પીઢ અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો અને તેમના અંગત જીવનની ચર્ચા આજે પણ થાય છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીદેવી પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા, ત્યારે તે સાત મહિનાની ગર્ભવતી હતી.
એમી જેક્સન - બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પણ લગ્ન વગર માતા બની ગઈ છે. અભિનેત્રી અને તેના બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયીયોટોઉ એક પુત્રના માતા-પિતા છે.
કલ્કી કોચલીન - અભિનેત્રી કલ્કી કોચલીન પણ લગ્ન વગર માતા બની ગઈ છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીનું અફેર ગાય હર્ષબર્ગ નામના વ્યક્તિ સાથે હતું.
અર્જુન રામપાલ ગર્લફ્રેન્ડ - અર્જુન રામપાલે હજુ સુધી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે લગ્ન કર્યા નથી. કપલ પહેલેથી જ એક બાળકના માતા-પિતા છે અને તાજેતરમાં બંનેએ બીજી પ્રેગ્નન્સીની પણ જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
