Bollywood Highest Paid Actresses : આ છે બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી હિરોઇન્સ, એક ફિલ્મના મળે છે કરોડો

Bollywood Highest Paid Actresses : બોલીવુડ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ કરનારી હિરોઇન્સને હિરોની સરખામણીમાં ઓછા પૈસા મળે છે. જોકે, મહેનત બંને સરખી જ કરતા હોય છે.

હિરોન્સની સેલેરી પણ કરોડોમાં હોય છે. આજે આપણે આ અહેવાલમાં સૌથી વધુ પૈસા લેતી હિરોઇન્સ વિશે જાણીશું. આ હિરોન્સને મોંઢે માંગ્યા પૈસા મળે છે.

Bollywood Highest Paid Actresses

દીપિકા પાદુકોણ - આજના સમયમાં દીપિકા પાદુકોણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની મોંઘી હિરોઈનોમાંની એક છે. તેણે પોતાની મહેનતના જોરે આજે આ સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખીય છે કે, ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણે 8 કરોડ રૂપિયા ફી લીધી હતી. જોકે હવે તે એક ફિલ્મ કરવા માટે 30 કરોડ રૂપિયા લે છે.

કંગના રનૌત - બોલીવુડની ક્વીન કંગના રનૌત ભલે તેના બફાટને કારણે ચર્ચામાં રહેતી હોય, પરંતુ અભિનયના મામલે લોકો તેના વખાણ કરતા થાકતા નથી. આટલા વર્ષોમાં તેણે બોલીવુડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. આજના સમયમાં કંગન રનૌત એક ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ - બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની મહેનતના દમ પર ખૂબ જ નાની ઉંમરમાં સફળતા મેળવી છે. લોકો આલિયા ભટ્ટની એક્ટિંગના દીવાના છે. તેણે આટલી નાની ઉંમરમાં પોતાની પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા છે. આ જ કારણ છે કે, આજે ઇન્ડસ્ટ્રીમાં તેની માંગ સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા - બોલીવુડથી લઈને હોલીવુડ સુધી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઈન્ડસ્ટ્રીની મોંઘી હિરોઈનોમાંની એક છે. ભલે તે આજે ગ્લોબલ આઈકન બની ગઈ છે, પરંતુ તેને હંમેશાથી બોલીવુડ ફિલ્મો કરવાનું પસંદ છે. હિન્દી સિનેમામાં તેમના અભિનયની ચમક આજે પણ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા બોલીવુડમાં એક ફિલ્મ કરવા માટે 20 કરોડ રૂપિયા ફી લે છે.

વિદ્યા બાલન - બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળે, પરંતુ તેને લીગની બહાર ફિલ્મો કરવી ગમે છે. વિદ્યા બાલને પોતાના દમદાર અભિનયના આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તે એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X