For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયાએ પિતા અનુરાગ કશ્યપને પૂછ્યા બોયફ્રેન્ડ, સેક્સ અને ડ્રગ્સ અંગે સવાલ, લોકોએ કહ્યું, બેશરમ છોકરી

આલિયા કશ્યપે ફાધર્સ ડે નિમિત્તે આ વીડિયો બ્લોગ તેની ચેનલ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયા પિતા અનુરાગ અને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોર સાથે જોવા મળે છે.

|
Google Oneindia Gujarati News

Bollywood news : અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ પોતાના અંગત જીવનમાં બોલ્ડ વિચારો ધરાવે છે. આલિયા કશ્યપની યુટ્યુબ ચેનલ પર તેની એક ઝલક જોઇ શકાય છે. આલિયા કશ્યપ પોતાની યુટ્યુબ ચેનલ પર અનેક બાબતો પર પોતાનો અભિપ્રાય આપતી નજરે પડે છે. તાજેતરમાં આલિયા કશ્યપે પિતા અનુરાગ કશ્યપ સાથે તેની પ્રેગ્નેંસિ, બોયફ્રેન્ડ, ડ્રગ્સ અને એડલ્ટ ફિલ્મ્સ વિશે વાત કરતો એક ખાસ વીડિયો બ્લોગ બનાવ્યો છે.

આલિયા કશ્યપ વિશે ખરાબ કોમેન્ટ કરવામાં આવી

આલિયા કશ્યપે ફાધર્સ ડે નિમિત્તે આ વીડિયો બ્લોગ તેની ચેનલ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયા પિતા અનુરાગ અને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોર સાથે જોવા મળે છે. જેમાં આલીયા તેના પિતા અનુરાગને બોયફ્રેન્ડ, લગ્ન વગર શારીરિક સંબંધો બનાવવા તેમજ ડ્રગ્સને લગતા પ્રશ્નો પૂછવા. આ વીડિયોમાં આલિયા કશ્યપ વિશે ખરાબ કોમેન્ટ કરવામાં આવી હતી.

anurag kashyap daughter Aaliyah kashyap

ઘણા લોકોને માતાપિતા સાથે આ વિશે વાત કરવામાં પણ ડર લાગે છે

આલિયા કશ્યપને બેશરમ પણ કહી દેવામાં આવી હતી. આલિયા કશ્યપને ફેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, એક પુત્રી તેના પિતાની સામે આવા સવાલો કેવી રીતે પૂછી શકે? આલિયા કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આવી ખુલ્લા વિચારો ધરાવતા માતા-પિતાને મળવા કિસ્મતની વાત છે. આ વિશે વાત કરતા લોકો મને મેસેજ કરે છે. ઘણા લોકોએ મને કહ્યું કે, તેમને પોતાના માતાપિતા સાથે આ વિશે વાત કરવામાં પણ ડર લાગે છે.

તને તો પોતાના પર શરમ આવવી જોઇએ

આ વીડિયો દ્વારા તેમને પોતાના સવાલોને સમજવાનો અને જવાબો મેળવવાની તક પણ મળી છે. કેટલાક લોકોએ આ વીડિયો સરળતાથી સ્વીકાર્યો ન હતો. આલિયા કશ્યપ વધુમાં જણાવે છે કે, તેના પિતા સાથે બનાવેલા આ વીડિયોમાં કોમેન્ટ્સ જોઇ હશે. મને ખબર નથી કે, નફરતથી ભરેલા આવા લોકો મારી ચેનલ સાથે કઇ રીતે જોડાયા હશે. તેમની નફરતનું કારણ એ છે કે, મેં મારા પિતા સાથે પ્રેગ્નેંસિ અને ડ્રગ્સ જેવી બાબતો પર વાત કરી. મને લોકોએ કહ્યું કે, તું મારા માતાપિતા સાથે આ રીતે વાત કરી શકે? અમુક લોકોએ તો મને ત્યા સુધી કહ્યું કે, તને તો પોતાના પર શરમ આવવી જોઇએ.

English summary
Alia Kashyap shared this video blog on her channel on the occasion of Father's Day. In this video, Alia is seen with her father Anurag and her boyfriend Shane Gregor. In which Alia asked her father Anurag to have sex with her boyfriend, without marriage as well as to ask questions about drugs. The video had a bad comment about Alia Kashyap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X