બોલિવૂડ સેલેબ્સે નવા વર્ષની શરુઆથ દેશના અળગ અલગ મંદિરોમાં દર્શન કરીને કરી
નવા વર્ષમાં બોલિવૂડના સ્ટાર્સ દેશના અલગ અળગ મંદિરમાં દર્શન કરીને આશિર્વાદ લીધી હતા. જેમા કૈટરીના કૈફથી લઇને કપિલ શર્મા સુધીના સ્ટાર્સનો સમાવેશ થાય છે.
વર્ષ 2023 માં પહેલુ સપ્તાહમાં જ વીત્યુ છે. નવા વર્ષની શરુઆત થયા બાદ દેશના અલગ અલગ મંદિરોમાં ભગવાનના આશિર્વાદ લેવા બોલીવૂડ સેલિબ્રિટીજ પહોચ્યા હતા. જે બોલિવૂડ સેલેબ્સે મંદિરમાં જઇને ભગવાન સામે માથુ ટેકવ્યુ છે તેમા અનુષ્કા શર્મા, જૈકલીન ફર્નાડિસ, વિક્કી કૌશલથી લઇને અન્ય બીજાનો પણ સમાવેશ થાય છે.

કૈટરીના કૈફ-વિક્કી કૌશલ
નવા વર્ષના શરુ થયા બાદ પત્ની કૈટરીના કૈફ સાથે વિક્કી કૌશલ ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોચ્યા હતા. બંને જણાએ મંદિરમાં પુજા કરી આશિર્વાદ લીધા હતા.

અનુષ્કા શર્મા વિરાટ કોહલી
નવા વર્ષે ભગવાનના આશિર્વાદ લેવા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દિકરી વામિકા સાથે વૃંદાવન પહોચ્યા હતા. તેમણે નીમ કરોલી બાબા સાથે આશ્રમમાં જઇને શ્રી હિત પ્રેમાનંદ શરણજી મહારાજના પણ આશિર્વાદ લીધા હતા.

કપિલ શર્મા
નવા વર્ષના સ્વાગત અને ભગવાનના આશિર્વાદ લેવા કોમેડિયન કપિલ શર્મા પોતાના પરિવાર સાથે અમૃતસર સ્વર્ણ મંદિર પહોચ્યો હતો. આ દરમિયાન તેની સાથે પંજાબી ગાયક જસબીર સસ્સી પણ નજર આવ્યો હતો.












Click it and Unblock the Notifications
