CIDના એક્ટરનું નિધન, ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

CID show actor Dinesh Phadnis passed away - પ્રખ્યાત ક્રાઇમ શો CIDમાં ફ્રેડ્રિક્સનું પાત્ર ભજવનારા દિનેશ ફડનિસનું ગત રાત્રે નિધન થયું છે. એક્ટરનું મોત રાત્રે 12 કલાકે થયું હતું. આ પહેલા તેને મુંબઇના તુંગા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

દિનેશ ફડનીસનું નિધન - અભિનેતાના નિધન બાદ CIDની સમગ્ર કાસ્ટ હાલમાં તેમના ઘરે છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવતો હતો. સીઆઈડીમાં તેનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. કારણ કે, તે કોમેડી રોલ કરતો હતો. અભિનેતાના નિધનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે, અને દરેક જણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CID show actor Dinesh Phadnis passed away

દયાનંદે કહીં આ વાત? - દયાનંદે જણાવ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેક નથી આવ્યો, પરંતુ લિવર ડેમેજ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત અત્યંત નાજુક હતી. દિનેશની સારવાર ચાલી રહી હતી, અને દવાઓ તેના લીવરને નુકસાન પહોંચાડી રહી હતી.

CIDની ટીમ ઘરે પહોંચી - અહેવાલ છે કે, CIDની આખી કાસ્ટ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. સીઆઈડી એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે, દિનેશનું મૃત્યુ લગભગ 12 વાગ્યે થયું હતું. હું તેના ઘરે છું અને સીરિયલની આખી ટીમ અહીં હાજર છે.

તેમના નિધનથી તૂટ્યું ફેન્સનું દિલ - શોમાં ફડનીસના પાત્રની વાત કરીએ, તો તેમને CID તરફથી જ ઓળખ મળી હતી. આ શોમાં તે ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યો હતો. ચાહકોને તેનો રોલ ઘણો પસંદ આવ્યો, પરંતુ આ પછી તે અચાનક શોમાંથી ગાયબ થઈ ગયો હતો.

એવા અહેવાલો હતા કે, તેણે અભિનય છોડી દીધો અને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના ચાહકો તેને ફરીથી CIDના સ્ક્રીન પર જોવા માંગતા હતા. હવે જ્યારે પ્રશંસકોને દિનેશના નિધનના સમાચાર મળ્યા, ત્યારે તેઓનું દિલ તૂટી ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X