For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દુકાનદારે પણ રાજ કુન્દ્રાની કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

રાજ કુંદ્રા પોર્ન કેસ બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અમદાવાદના એક ઉદ્યોગપતિએ મુંબઇ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ રાજ કુંદ્રા પર એક નવો આરોપ લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

Bollywood news - રાજ કુંદ્રા પોર્ન કેસ બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અમદાવાદના એક ઉદ્યોગપતિએ મુંબઇ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ રાજ કુંદ્રા પર એક નવો આરોપ લાગ્યો છે. આ વેપારીએ મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઓનલાઇન ક્રિકેટ સ્કીલ આધારિત ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બહાને વેપારી રાજ કુંદ્રાની કંપની દ્વારા તેની 3 લાખ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી એક અધિકારીએ આપી છે.

raj kundra

અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ ફરિયાદની તપાસ કરી રહી છે. જે મુજબ FIR નોંધાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. ફરિયાદી હિરેન પરમારે એવો પણ આરોપ લગાવ્યો છે કે, કંપનીએ તેના જેવા બીજા ઘણા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ઓનલાઇન નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદ કરનાર વેપારી હિરેન પરમારે આરોપ લગાવ્યો છે કે, વિયાન ઇન્ડસ્ટ્રીઝે વેપારી હિરેનને 'ગેમ ઓફ ડોટ'નો ડિસ્ટ્રિબ્યુટર બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, જે બાદ કંપનીએ તેને ડિસ્ટ્રિબ્યુટર ન બનાવતા હિરેને રોકાણ કરેલા રૂ. 3 લાખના રિફંડની માંગ કરી હતી, પરંતું આ બાબતે કંપની તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ દાવો કર્યો છે કે, તેને વર્ષ 2019માં ગુજરાત સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એડલ્ટ ફિલ્મોના વિતરણ માટે મોબાઇલ એપ્લિકેશન ચલાવવાના આરોપમાં કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ હિરેન પરમારે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઇ ક્રાઈમ બ્રાંચ દ્રારા શિલ્પા શેટ્ટીની રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ કેસમાં ફરીવાર પૂછપરછ કરવામાં આવી શકે છે. આ સાથે શિલ્પા શેટ્ટીનો ફોન પણ ક્રાઈમ બ્રાંચમાં ક્લોન કરવામાં આવશે.

English summary
New revelations are being made in the Raj Kundra porn case. An Ahmadabad businessman has lodged a complaint with the Mumbai Crime Branch and Cyber ​​Police. After which a new charge has been leveled against Raj Kundra. The trader has lodged a complaint with the Mumbai Crime Branch and Cyber ​​Police alleging that he was defrauded of Rs 3 lakh by trader Raj Kundra's company under the pretext of setting up an online cricket skill based distributor. An official has given information about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X