For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુઝ ડ્રગ્સ કેસ : 18 કરોડના આરોપ પર સમીર વાનખેડે કહ્યું - 'ટૂંક સમયમાં યોગ્ય જવાબ આપશે'

એક તરફ આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં જામીન નથી મળી રહ્યા, તો બીજી તરફ NCB ની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : એક તરફ આર્યન ખાનને ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં જામીન નથી મળી રહ્યા, તો બીજી તરફ NCB ની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. હવે આ કેસના એક સાક્ષીએ દાવો કર્યો છે કે, આ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને કથિત ખાનગી તપાસકર્તા કે. પી. ગોસાવી વચ્ચે ડીલ થઈ હતી. જેમાં કરોડોના વ્યવહારો થવાના હતા. ત્યારથી રાજકીય પક્ષોના લોકો NCB પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે આ મામલે ખુદ NCB અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.

સમીર વાનખેડેએ કહ્યું કે, ટૂંક સમયમાં અમે આ આરોપોનો યોગ્ય જવાબ આપીશું

સમીર વાનખેડેએ કહ્યું કે, ટૂંક સમયમાં અમે આ આરોપોનો યોગ્ય જવાબ આપીશું

વાસ્તવમાં પોતાને કે. પી. ગોસાવીનો બોડીગાર્ડ ગણાવતા પ્રભાકર સેલે આ મામલે ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે.

તેણે એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, ગોસાવીઅને સેમ ડિસોઝા વચ્ચે 18 કરોડની ડીલ થઈ હતી, જેના વિશે તેણે સાંભળ્યું હતું.

જેમાં NCB ને 8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પ્રભાકરે એમ પણ કહ્યું છે કે,તેણે કે. પી. ગોસાવી પાસેથી રોકડ લીધી અને તેને સેમ ડિસોઝાને આપી છે.

આ મામલે સમીર વાનખેડેએ કહ્યું કે, ટૂંક સમયમાં અમે આ આરોપોનો યોગ્ય જવાબઆપીશું.

રેડના દિવસે તે ગોસાવી સાથે હતો

રેડના દિવસે તે ગોસાવી સાથે હતો

પ્રભાકર સેલે એમ પણ કહ્યું કે, NCB એ તેમને ડ્રગ્સના કેસમાં ખાલી પંચનામા પર સહી કરવાનું કહ્યું હતું.

જ્યારે ગોસાવી છટકી ગયો, ત્યારે તેને સમીર વાનખેડેથીતેના જીવ માટે ખતરો લાગ્યો હતો.

રેડના દિવસે તે ગોસાવી સાથે હતો, પરંતુ તેની પાસે જપ્તી અંગે કોઈ માહિતી નથી.

ગોસાવી પર પ્રશ્નો ઉભા થયા છે

ગોસાવી પર પ્રશ્નો ઉભા થયા છે

ગોસાવીનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે આર્યન સાથેની તેની સેલ્ફી વાયરલ થઈ હતી. તે સમગ્ર કાર્યવાહીમાં NCB અધિકારીઓ સાથે હતો.

શરૂઆતમાં તે NCBનોકર્મચારી હોવાનું પણ માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, તે માત્ર એક સાક્ષી છે. આ કેસમાં તેમની મદદ લેવામાં આવી હતી.

જે બાદ આ મુદ્દેરાજકારણ શરૂ થયું હતું. ગોસાવીની ભાજપના નેતાઓ સાથેની તસવીર પણ વાયરલ થઈ હતી.

એવું પણ બહાર આવ્યું કે, તે છેતરપિંડીના ઘણા કેસમાં વોન્ટેડ છે અનેપોલીસ તેની શોધ કરી રહી છે

English summary
On the one hand, Aryan Khan is not getting bail in the cruise ship drugs case, on the other hand, the NCB's action is being questioned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X