For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલના રૂમમાં રાખી સાવંતે NRI જોડે છાનામાના લગ્ન કરી લીધા, જાણો હકીકત

હોટલના રૂમમાં રાખી સાવંતે NRI જોડે છાનામાના લગ્ન કરી લીધા, જાણો હકીકત

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. અહેવાલ વહેતા થયા છે કે રાખી સાવંતે રવિવારે મુંબઈ સ્થિત હોટલમાં એક એનઆરઆઈ જોડે છાનામાના લગ્ન કરી લીધા. આ લગ્નને બહુ પ્રાઈવેટ રાખવામાં આવ્યાં. જ્વેલરી બ્રાન્ડ સાયોનારા અને તેના બ્રાઈડલ મેકઅપ કરનાર આર્ટિસ્ટ ગુરપ્રીત ઘુરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાખીનો લુક શેર કર્યો અને લખ્યું કે સેલેબ બ્રાઈડ.. જે જાણકારી મળી રહી છે તે મુજબ રાખી સાવંતે મુંબઈના જેબી મેરિયટ હોટલના રૂમમાં રવિવારે બપોરે લગ્ન કરી લીધાં. આ સીક્રેટ વેડિંગમાં કપલના પરિજનો સિવાય 4-5 મહેમાન પણ સામેલ થયા હતા.

રાખી સાવંતે બ્રાઈડલ શૂટની વાત કહી

રાખી સાવંતે બ્રાઈડલ શૂટની વાત કહી

રાખી સાવંતને જ્યારે આ સંબંધમાં પૂછવામાં આવ્યું તો તેમણે આ તમામ વાતોથી ઈનકાર કરી દીધો. તેમણે પોતાની વાતમાં કહ્યું, 'હું જેડબલ્યૂ મેરિયટમાં એક બ્રાઈડલ શૂટ કરી રહી હતી, મને ખબર નહોતી કે હું શાદીશુધા હોવ તેવું લોકો કેમ કહી રહ્યા છે. મારાં લગ્ન નથી થયાં, હું કોઈની સાથે સંબંધમાં પણ નથી. હું હાલ સંપૂર્ણપણે સિંગલ છું.

ક્યારે લગ્ન કરશે, રાખીએ જણાવ્યું

ક્યારે લગ્ન કરશે, રાખીએ જણાવ્યું

રાખીએ જણાવ્યું કે આ એક કેલેન્ડર માટે કરવામાં આવેલ બ્રાઈડલ ફોટોશૂટ હતું. જો કે તેણે કહ્યું કે આગલા વર્ષે તે જરૂર લગ્નનો પ્લાન કરી રહી છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંતને વિવાદનું બીજું નામ ગણવામાં આવે છે. તે પોતાના બોલ્ડ નિવેદનો અને તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. રાખી સાવંતે કેટલીય ફિલ્મોમાં આઈટમ સોન્ગ પણ કર્યાં છે.

લગ્નની કેટલીય વાત સામે આવી પરંતુ..

લગ્નની કેટલીય વાત સામે આવી પરંતુ..

2009માં રાખી સાવંતે નેશનલ ટીવી પર પોતાનો સ્વયંવર આયોજિત કર્યો, જેમાં તેણે એલેશ પુરુજનવાલાને ચૂંટ્યો. શોના કેટલાક મહિના બાદ રાખીએ એલેશ સાથે પોતાની સગાઈ તોડી દીધી અને તેણે સ્વીકાર પણ કર્યો કે પૈસા માટે તેણીએ સગાઈ કરી હતી, પરંતુ તેને ખબર પડી કે તેની પાસે કંઈપણ નથી. જ્યારે હાલમાં જ એક્ટ્રેસે દીપક કલાલ સાથે લગ્ન કરવાની વાત કહી હતી, પરંતુ એવું ન થયું.

Pics: પ્રિયંકા ચોપડા-નિક જોનસનો વધુ એક કોઝી ફોટો વાયરલ, આમની રજાઓ ખતમ જ નથી થતી Pics: પ્રિયંકા ચોપડા-નિક જોનસનો વધુ એક કોઝી ફોટો વાયરલ, આમની રજાઓ ખતમ જ નથી થતી

English summary
does rakhi marry secretly to nri? here is truth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X