Entertainment News : દિવાળી પર ટકરાશે 4 ફિલ્મો, અજય, અક્ષય, સલમાન અને કાર્તિક વચ્ચે થશે ટક્કર
Entertainment News : દિવાળી 2024માં બોક્સ ઓફિસ પર ચાર મોટા મેગા બજેટ ફિલ્મો રિલીઝ થશે. આ સાથે જ આ ફિલ્મો દ્વારા બોલીવુડના ચાર મોટા કલાકારો એકબીજા સાથે ટકરાશે.
Entertainment News : વર્ષ 2023ની શરૂઆતમાં શાહરૂખ ખાનની પઠાન ફિલ્મે માતબાર કમાણીથી બોક્સ ઓફિસ હચમચી ગયું છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડ એક બ્લોકબસ્ટર હિટ માટે તરસી ગયું હતું. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઇ મોટી ફિલ્મની રિલિઝ ડેટ જાહેર થઇ નથી. લાંબી રાહ બાદ હવે બોલીવુડના સુપરસ્ટાર્સ વર્ષ 2024ની દિવાળી પોતાની ફિલ્મો રિલિઝ કરવા બુક કરી લીધી છે.

આવતા વર્ષે દિવાળી પર એક-બે નહીં, પરંતુ બોલીવુડના ચાર કલાકારો બોક્સ ઓફિસ પર એકબીજા સાથે ટકરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાર ફિલ્મો એવી છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાણો કઈ છે આ ચાર ફિલ્મો અને કોણ છે આ ફિલ્મમાં મુખ્ય કલાકારો.

સિંઘમ અગેઇન - Singham Again
ફિલ્મ 'સિંઘમ'ના નિર્માતાઓએ ફિલ્મ 'સિંઘમ અગેન'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી 2024 પર રિલીઝ થશે. આ વખતેઆ ફિલ્મમાં અજય દેવગન સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે.
રોહિત શેટ્ટી આ ફિલ્મનું નિર્દેશન કરશે. રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીનીફિલ્મોમાં જોવા મળેલા પોલીસ એક્ટર પણ આ ફિલ્મમાં જોવા મળશે.

પ્રેમ કી શાદી - Prem Ki Shaadi
સૂરજ બડજાત્યાએ તેની સલમાન ખાન સાથેની આગામી ફિલ્મ 'પ્રેમ કી શાદી'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ પણ આવતા વર્ષે એટલે કે વર્ષ2024માં રિલીઝ થશે.
આ ફિલ્મની જાહેરાત બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જોકે અભિનેત્રીનું નામ હજૂ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
સૂરજે સલમાન ખાન સાથે 'હમ આપકે હૈ કૌન', 'મૈંને પ્યાર કિયા', 'હમ સાથ સાથ હૈ' અને 'પ્રેમ રતન ધન પાયો'માં સાથે કામ કર્યું છે.

ભૂલ ભૂલૈયા 3 - Bhool Bhulaiyaa 3
કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 2' ફિલ્મે ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. થોડા દિવસો પહેલા, આ ફિલ્મના ત્રીજા ભાગએટલે કે 'ભૂલ ભુલૈયા 3'ની જાહેરાત કાર્તિક આર્યન એ પોતે ટીઝર રિલીઝ કરીને કરી છે.
રૂહ બાબાના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જઉત્સાહિત છે. આ ફિલ્મની રિલીઝ ડેટ માટે આગામી વર્ષની દિવાળી પણ બુક કરવામાં આવી છે.

હેરા ફેરી 4 - Hera Pheri 4
આવતા વર્ષે આ ત્રણ ફિલ્મો સિવાય બીજી કોમેડી ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ છે 'હેરા ફેરી 4'. આ વખતે પણ આ ફિલ્મમાંઅક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી જોવા મળશે. ફરહાદ સામજી આ ફિલ્મનું નિર્દેશન કરશે.












Click it and Unblock the Notifications
