Entertainment News : 6 દિવસમાં 8 ફિલ્મ સ્ટાર્સના મોત, જાણો શું છે કારણ?
Entertainment News : મનોરંજન જગતમાં વર્તમાન સમયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાદ એક મનોરંજનજગતમાંથી આવી રહેલા મોતના સમાચાર લોકોમાં ચિંતા ફેલાવી રહ્યા છે. ગત 6 દિવસોમાં 8 સ્ટારના મોત થયા છે.
ટીના ટર્નરનું આકસ્મિક મોત - રોક એન રોલની રાની કહેવાતી ટીના ટર્નરનું આજે અચાનક નિધન થયું છે, જે ચાહકો માટે ચોંકાવનારા સમાચાર છે. તેના પ્રિયજનોની આંખોમાં આંસુ સાથે, તેણે આ દુનિયાને અલવિદા કહ્યું છે.

ટીના લાંબા સમયથી બીમાર હતી. 83 વર્ષની ટીનાના નિધનથી તેના ફેન્સથી લઈને સેલિબ્રિટી આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
સુભાષ ચંદ્ર તિવારીનું નિધન - ભોજપુરી ફિલ્મોના નિર્માતા-નિર્દેશક સુભાષ ચંદ્ર તિવારીનું નિધન થયું છે. બુધવારે સવારે સોનભદ્ર શહેરમાં એક હોટલના રૂમમાં 60 વર્ષીય સુભાષ ચંદ્ર તિવારીની લાશ શંકાસ્પદ પરિસ્થિતિમાં બેડ પર મળી આવી હતી.
સુભાષની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના દ્વારા તેમની ઓળખ થઈ શકી હતી. નિર્માતા-નિર્દેશક સુભાષ ચંદ્ર તિવારી અહીં ભોજપુરી ફિલ્મ 'દો દિલ બંધે એક ડોરી સે'નું શૂટિંગ કરી રહ્યા હતા.
ટીવી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું નિધન - મનોરંજન જગતમાંથી જે ખરાબ સમાચાર આવ્યા તે છે ટીવીની જાણીતી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયના, વૈભવી ઉપાધ્યાયે માત્ર 32 વર્ષની વયે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે.
સારાભાઈ વર્સેસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા ભજવનારી પ્રખ્યાત વૈભવી ઉપાધ્યાયનું મંગળવારના રોદ હિમાચલ પ્રદેશમાં કાર અકસ્માત થયું હતું, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. ટીવી સેલેબ્સથી લઈને ચાહકો આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે.
એક્ટર નિતેશ પાંડેનું નિધન - ટીવી એક્ટર નિતેશ પાંડેએ 51 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિતેશ પાંડેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ સિવાય હાલમાં અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ નિતેશ પાંડે વિશે ખૂબ જ આઘાતમાં છે.
બંગાળી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું નિધન - 21 મે, રવિવારના રોજ બંગાળી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાના નિધનના સમાચાર સામે આવ્યા હતા.
સુચન્દ્રા દાસગુપ્તા (29)નું બાઇક અકસ્માતમાં મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુચન્દ્રા શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે એક મોટો અકસ્માત થયો અને અભિનેત્રીએ જીવ ગુમાવ્યો હતો.
એક્ટર આદિત્ય રાજપૂતે કહ્યું દુનિયાને અલવિદા - ફેમસ ટીવી એક્ટર આદિત્ય રાજપૂતના મૃત્યુના સમાચાર સામે આવતા જ બધા ચોંકી ગયા, અભિનેતાનું આટલું અચાનક મૃત્યુ થયું હતું.
સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત સોમવારે, 22 મેના રોજ સવારે તેના અંધેરીના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આદિત્ય શંકાસ્પદ સંજોગોમાં તેના બાથરૂમમાં ફ્લોર પર પડેલો જોવા મળ્યો હતો.
તેલુગુ મ્યુઝિક ડાયરેક્ટર શોટકુરાનું નિધન - તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી મ્યુઝિક ડાયરેક્ટર જોડી રાજ-કોટી રાજ એટલે કે થોટકુરા સોમરાજુનું નિધન થયું હતું. રવિવારે બાથરૂમમાં લપસી જવાથી રાજનું મોત થયું હતું. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીથી લઈને સાઈ રાજેશે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
સાઉથ એક્ટર સરથ બાબુનું નિધન - સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર સરથ બાબુ પણ આ દુનિયામાં નથી રહ્યા. તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરનાર સરથ બાબુએ સોમવારના રોજ 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
સરથ બાબુ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત પણ ગંભીર હતી. સારથ બાબુના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે, તેઓ સોશિયલ મીડિયા પર સતત શોક વ્યક્ત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
