Entertainment News : રણવીર સિંહ પહેલા આ લોકો સાથે હતું દીપિકા પાદુકોણનું અફેર્સ
Entertainment News : બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાના જોરે દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભૂતકાળમાં દીપિકા પાદુકોણ પોતાના અફેર્સના કારણે પણ ચર્ચામાં રહી હતી.
હાલ દીપિકા પાદુકોણ રણવીર સિંહની પત્ની છે, પણ રણવીર સિં પહેલા તેના ઘણા લોકો સાથે અફેર્સ રહી ચુક્યા છે. આ અહેવાલમાં આપણે દીપિકા પાદુકોણના અફેર્સ વિશે જાણીશું.

થોડા દિવસો પહેલા પણ દીપિકા પાદુકોણ અને તેના પતિ બોલીવુડ એક્ટર રણવીર સિંહના અણબનાવના સમાચાર સામે આવી રહ્યા હતા, પરંતુ બાદમાં બંને દ્વારા તેને રદિયો આપવામાં આવ્યો હતો. હાલમાં દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે લગ્નજીવનનો આનંદ માણી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને ત્યારથી તેનું નામ ઘણા છોકરાઓ સાથે જોડાઈ ગયું છે. એવું કહેવાય છે કે, નિહાર પંડ્યા તેનો પહેલો બોયફ્રેન્ડ હતો, જેને દીપિકા તેના મોડલિંગના દિવસોમાં મળી હતી.
બંને લાંબા સમય સુધી સાથે હતા, પરંતુ જેવી દીપિકા પાદુકોણને બોલીવુડમાંથી ઓફર મળવા લાગી, તેણે નિહારને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું. ઉલ્લેખનીય છે કે, આ અહેવાલમાં આપણે જાણીશું કે બોલીવુડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન પહેલા દીપિકા પાદુકોણ કોની કોની સાથે અફેરમાં હતી.
નિહાર પંડ્યા - નિહાર પંડ્યા અને દીપિકા પાદુકોણની પહેલી મુલાકાત વર્ષ 2005માં મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. તે સમયે બંને મોડલિંગ કરતા હતા. અચાનક બનેલી મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો.
બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા પણ લિવ ઇનમાં રહેતા હતા. બોલીવુડમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ દીપિકાનું નિહાર પંડ્યા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.
ઉપેન પટેલ - દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ તેમના મોડલિંગ દિવસોથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો.
દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલે ક્યારેય તેમના સંબંધો વિશે કોઈની સાથે વાત કરી ન હતી અને ન તો તેઓ તેને કોઈ ગંભીર બાબત માનતા હતા. આવી સ્થિતિમાં બંનેનું ટૂંક સમયમાં બ્રેકઅપ થઈ ગયું હતું.
મુઝમ્મિલ ઈબ્રાહિમ - દીપિકા પાદુકોણ મોડલિંગ દરમિયાન મુઝમ્મિલ ઈબ્રાહિમને મળી હતી. બંને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. જોકે, દીપિકા પાદુકોણના મુઝમ્મિલ ઈબ્રાહિમ સાથેના સંબંધો લાંબો સમય ટકી શક્યા નહીં.
એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણ ઈચ્છતી હતી કે, મુઝમ્મિલ ઈબ્રાહિમ એક્ટર બનીને લોકપ્રિયતા મેળવે, પરંતુ તેની કારકિર્દી સારી ચાલી રહી ન હતી. આવી સ્થિતિમાં બંનેએ થોડા સમય બાદ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
યુવરાજ સિંહ - યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણની પ્રથમ મુલાકાત T20 વર્લ્ડ કપ બાદ થઈ હતી. તેઓએ તરત જ મિત્રતા કરી અને સારા મિત્રો બની ગયા હતા. યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ ઘણીવાર ડેટ પર જતા હતા.
એકવાર દીપિકા પાદુકોણે યુવરાજ સિંહ માટે એક મોટી પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. તે ઘણીવાર યુવરાજ સિંહની મેચ જોવા જતી હતી. એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણે પોતાના સ્વભાવના કારણે યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો હતો.
સિદ્ધાર્થ માલ્યા - બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. બંનેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ માલ્યાનું વર્તન ખરાબ થઈ રહ્યું હતું. સિદ્ધાર્થની અનેક હરકતોથી દીપિકાને તકલીફ થવા લાગી હતી. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણે પોતે સિદ્ધાર્થને છોડવાનો નિર્ણય લીધો હતો.
રણબીર કપૂર - બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે, દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. દીપિકાએ પ્રેમમાં પોતાના શરીર પર રણબીર કપૂરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું.
જોકે, તેમનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને કેટરિના કૈફના કારણે દિલ ફેક પ્રેમી રણબીર કપૂરે દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બ્રેકઅપ બાદ દીપિકા પાદુકોણ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.












Click it and Unblock the Notifications
