Entertainment News : આ છે Most Expensive Actress, લે છે એક મીનિટના એક કરોડ
Entertainment News : બોલીવુડ એક્ટ્રેસ પોતાના કામ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. જેમાં તેઓ એડ માટે મીનિટ પર ચાર્જ કરે છે. આ વચ્ચે ઉર્વશી રૌતેલા સતત સફળતાના શિખરો સર કરી રહી છે. પોતાનો લુક અને એક્ટિંગના જોરે બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે.
બ્યુટી ક્વીન ઉર્વશી રૌતેલા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી રૌતેલા ભારતની સૌથી વધુ કમાણી કરનારી અને સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી બની ગઈ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ઉર્વશી રૌતેલા વર્ષ 2023ના અંતમાં રિલીઝ થનારી બોયાપતિ શ્રીનુ અને રામ પોથિનેનીની આગામી ફિલ્મમાં આઈટમ નંબર કરશે. એવા અહેવાલો છે કે, ઉર્વશી રૌતેલાએ તેના ત્રણ મિનિટના પરફોર્મન્સ માટે 3 કરોડ રૂપિયાની ફી માંગી છે.
આનો અર્થ એ થયો કે, ઉર્વશી રૌતેલાને એક મિનિટ માટે 1 કરોડ રૂપિયા મળશે, જે તે દેશની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની જશે. માત્ર એક મિનિટના અભિનય માટે આટલી મોટી રકમ કોઈ અભિનેત્રીને મળી નથી.
આ અગાઉ ઉર્વશીએ દક્ષિણ ભારતના મેગાસ્ટાર ચિરંજીવી સ્ટારર ફિલ્મ વોલ્ટેર વીરૈયામાં તેના આઇટમ નંબર માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, મિસ યુનિવર્સ ઈતિહાસમાં સૌથી નાની વયની જજ બની, ત્યારે ઉર્વશી પણ ચર્ચામાં આવી હતી. ઉર્વશી 2021ની મિસ યુનિવર્સ સ્પર્ધાની જજ હતી. એવું કહેવાય છે કે, જજ બનવા માટે ઉર્વશીને ભારત મુજબ 1.2 મિલિયન ડોલર એટલે કે 8 કરોડ રૂપિયા મળ્યા હતા.
બ્રહ્માંડની સૌથી નાની વયની સૌથી સુંદર મહિલાનો ખિતાબ જીત્યા બાદ, ઉર્વશીએ 2013 માં સની દેઓલ અભિનીત 'સિંઘ સાહબ ધ ગ્રેટ' દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
જે બાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4' અને 'પાગલપંતી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'મિ. 2014માં 'એરાવત' અને 2022માં 'ધ લિજેન્ડ' સાથે તમિલ સિનેમામાં પણ પ્રવેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
