Entertainment News : આ શું બોલી ગઇ તાપસી પન્નુ, કહ્યું - હું હજૂ પ્રગ્નેન્ટ...
Entertainment News: બલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ લાંબા સમય સુધી સોશિયલ મીડિયામાં જોવા મળી નથી. જે બાદ હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન મુક્યું હતું. આ દરમિયાન ફેન્સના એક્ટ્રેસના તેમની પર્સનલ અને પ્રફેશનલ લાઇફથી જોડાઇ સવાલ પુછી શકો છો. જેમાં તાપસીએ ફની જવાબ આપ્યા હતા.
સોમવારના રોજ તાપસી પન્નુએ તેના ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન રાખ્યું હતું. આ દરમિયાન એક ચાહકે તેના લગ્નના પ્લાન વિશે સવાલ કર્યો હતો. ફેને એક્ટ્રેસને પૂછ્યું હતું કે, તમે લગ્ન ક્યારે કરશો?

આના પર અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, હું હજૂ ગર્ભવતી નથી, તેથી મને અત્યારે લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. આ કહ્યા બાદ અભિનેત્રી હસવાનું રોકી શકી નહીં. ઉલ્લેખનીય છે કે, તાપસી પન્નુ હાલમાં બેડમિન્ટન ખેલાડી બનેલામાંથી કોચ બનેલા મેથિયાસ બો સાથે રિલેશનશિપમાં છે.
આ સિવાય તાપસી પન્નુએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું કારણ પણ જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં લોકો સાથે વાતચીત કરવા માટે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયાના પર ઘણું નકારાત્મક વાતાવરણ છે.
તાપસી પન્નુએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકો ફક્ત અન્ય લોકોને નીચે લાવવા માંગે છે, જેઓ તેમને પસંદ નથી કરતા અને તેથી તેણી તેના ચાહકોને અન્યત્ર મળવાનો માર્ગ શોધશે.
તાપસી પન્નુએ એ પણ ખુલાસો કર્યો કે, તે આગામી દિવસોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનો ભાગ બનશે. તે તમિલ ફિલ્મ 'એલિયન'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો હતો કે, તે આ ફિલ્મમાં એલિયનની ભૂમિકા ભજવશે નહીં. આ સિવાય તાપસી પન્નુ પાસે બીજી ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.












Click it and Unblock the Notifications
