સ્કૂલમાં શોષણ અને પોલીસનો માર, દર્દનાક છે નજીબથી નાદિરા બનેલી બિગ બોસ મલયાલમ કન્ટેસ્ટન્ટની કહાની
વર્તમાન સમયમાં બિગ બોસ મલયાલમ સીઝન 5 ની ખુબ ચર્ચા છે. આ શો સાથે સાથે તેની એક સ્પર્ધક પણ ખુબ જ લાઈમલાઈટમાં છે. અમે વાત કરી રહ્યા છીએ નાદિરા મેહરીનની. હાલ ચર્ચાએ ચડેલી નાદિરા વિશે બહુ ઓછા લોકો જાણે છે.
નાદિરા મેહરીન બિગ બોસ મલયાલમ સીઝન 5 માં છવાયેલી રહી છે. નાદિરા પોતાની ગેમ ખુબ સારી રીતે રમે છે અને દરેક રમતમાં ભાગ લેવામાં આગળ રહે છે. હાલમાં જ નાદિરાએ બિગ બોસના ઘરમાં માય સ્ટોરી સેગમેન્ટમાં તેના જીવન વિશે કેટલાક મોટા ખુલાસા કર્યા છે.

ક્યારેક નજીબ રહેલી નાદિરા મેહરીન અનુસાર, 16 વર્ષની ઉંમરે તેને ખબર પડી ગઈ હતી કે તેની લૈંગિક ઓળખ અન્ય લોકો જે વિચારે છે, તેનાથી સંપૂર્ણપણે અલગ છે. 17 વર્ષની ઉંમરે તેણે આ ખુલાસો કર્યો તો તેને ઘરની કાઢી મૂકવામાં આવી. આ સમયે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તે નજીબથી બદલીને નાદિરા બની ગઈ.
નાદિરા આગળ જણાવે છે કે તેને પોલીસનો માર ખાવો પડ્યો હતો અને સેલમાં પણ રહેવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે નાદિરા તિરુવનંતપુરમની રહેવાસી છે અને તેનો જન્મ કાસરગોડમાં થયો હતો.
નાદિરાએ કહ્યું કે, તેનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ પરેશાન હતો અને નાનપણથી જ મને મારા પિતરાઈ ભાઈઓ સાથે વાત કરવાનું પસંદ હતું. પરંતુ તે સમયે અમને બાળકની જેમ જ જોવામાં આવતા હતા અને હું મારી નાની બહેનની દરેક વસ્તુનો ઉપયોગ કરતી. જો કે ચોથા કે પાંચમા ધોરણમાં મારા માતા-પિતાએ મને આમ કરવાની સંપૂર્ણ ના પાડી દીધી.
નાદિરાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું મારા મિત્રો સાથે ચા પી રહી હતી ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તે કારમાં સવાર હતો. જે પછી તેણે નાદિરા વિશે પૂછવાનું શરૂ કર્યું.
નાદિરાએ જણાવ્યું હતું કે, તે તેની સાથે વાત કરવા કારમાં ચડી હતી તો તેને મારો રેટ પૂછ્યો હતો. જે બાદ મેં આશ્ચર્યજનક જવાબ આપ્યો, પરંતુ બાદમાં જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચી તો મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પોલીસે મને લાકડીઓથી મારી અને સેલમાં પણ બંધ કરી દીધી.












Click it and Unblock the Notifications
