Hera Pheri 3 : શું હેરા ફેરી 3નું ડાયરેક્શન નહીં કરે અનીસ બસ્મી? ડાયરેક્ટરે કહી વાત
Hera Pheri 3 : ફિલ્મ હેરા ફેરી 3 ની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યું દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તે આ ફ્રેન્ચાઇઝીનો ભાગ નહીં રહે છે. આ ઉપરાંત ફિલ્મના ડાયરેક્શન અંગે પણ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી
Hera Pheri 3 : ફિલ્મ હેરા ફેરી 3 ની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યું દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તે આ ફ્રેન્ચાઇઝીનો ભાગ નહીં રહે છે. આ ઉપરાંત ફિલ્મના ડાયરેક્શન અંગે પણ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે, તેના માટે અનીસ બસ્મી સાથે વાત કરવામાં આવી હતી પણ તેમને તેણે આ ઓફરને નકારી દીધી છે. આ અંગે અનીસનું એક નિવેદન સામે આવ્યું છે.

ફિલ્મ પર ચાલી રહી છે ચર્ચા
તમામ અફવાઓને ફગાવી દેતા અનીસે જણાવ્યું છે કે, ફિલ્મ પર હજૂ ચર્ચા ચાલી રહી છે. આ સિવાય તેણે એ પણ સ્વીકાર્યું છે કે, તેને ફિલ્મનું નિર્દેશન કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
અનીસે કહ્યું કે, એ સાચું છે કે, મેકર્સ ઇચ્છે છે કે હું આ ફિલ્મનું નિર્દેશન કરું, પરંતુ હાલમાં હું અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છું. એકવાર હું પહેલાના કામ પતાવી લઉં, એ પછી બધું સ્પષ્ટ થઈ જશે. આ સમયે હું વ્યસ્ત છું, તેથી ડેટ્સની સમસ્યા છે. જોકે, તેણે આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં આ તમામ બાબતોનો ઉકેલ આવી જશે.

સુપરહિટ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યો છે અનીસ
અનીસે વધુમાં જણાવ્યું કે, તે હાલમાં બે ફિલ્મો લખી રહ્યો છે, જે આવતા વર્ષે ફ્લોર પર જશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અનીસે 'ભૂલ ભુલૈયા 2'નું નિર્દેશન કર્યું હતું.
કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 185 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ પહેલા અનીસ 'સિંઘ ઈઝ કિંગ', 'વેલકમ', 'નો એન્ટ્રી' જેવી સુપરહિટ ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યો છે.

બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હેરાફેરી ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો રિલીઝ થઈ છે, જેણે જબરદસ્ત સફળતા મેળવી છે. તેનો પહેલો ભાગ સૌપ્રથમ વર્ષ 2000માં રિલીઝ થયો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ પછી 2006માં નીરજ વોરાએ 'ફિર હેરા ફેરી' બનાવી જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
