Honey Singh : હની સિંહને મળી જાનથી મારી નાંખવાની ધમકી, ગેંગસ્ટાર ગોલ્ડી બરારે મોકલી વોઇસ નોટ
Honey Singh : પ્રખ્યાત રેપર અને સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટાર ગોલ્ડી બરારે વોઇસ નોટ દ્વારા ધમકી આપી છે. હની સિંહની ઓફિસ તરફથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આ અંગે ફરિયાદ આપવામાં આવી છે.
સ્પેશિયલ સેલ વોઇસ નોટની તપાસ કરવાની સાથે સાથે વધુ તપાસ પણ કરી રહ્યું છે. હની સિંહની ઓફિસ તરફથી સ્પેશિયલ સેલને આ અગે માહિતી શેર કરવામાં આવી છે. હની સિંહ હાલમાં દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં પોલીસ હેડક્વાર્ટરમાં હાજર છે.

કોણ છે ગોલ્ડી બરાર - અત્રે નોંધનીય બાબત છે કે, ગોલ્ડી બરાર એ જ ગેંગસ્ટર છે, જેનું નામ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં પણ સામે આવ્યું હતું.
આ અંગે મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોલ્ડી બરારનું પૂરું નામ સતવિંદરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં થયો હતો અને તે બીએ ગ્રેજ્યુએટ છે.
ગોલ્ડી બરાર હાલમાં કેનેડામાં રહે છે અને પંજાબમાં મોડ્યુલ દ્વારા ત્યાંથી દૂરથી કામ કરે છે. ગોલ્ડી બરાર સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને અનેક ફોજદારી કાર્યવાહીના અનેક કેસ પેન્ડિંગ છે.
હનીનું કમબેક હિટ - હની સિંહની વાત કરીએ, તો તે આ દિવસોમાં ફરી એકવાર જોરદાર કમબેકનો આનંદ માણી રહ્યો છે. લાંબા સમય સુધી બ્રેક લીધા બાદ, હની સિંહે તાજેતરમાં કેટલાક ગીતો રજૂ કર્યા છે, જે ખૂબ જ હિટ પણ બન્યા છે.
ભૂતકાળમાં તેના કેટલાક ગીતો સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળ્યા હતા. આમાં હની સિંહ પણ જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
