2022 ની IMDb મોસ્ટ પોપ્યુલર ઇન્ડિય મૂવીજમાં રૉકેટ્રી ધી નાંબી ઇફેક્ટે બનાવી જગ્યા, આર માધવને આપ્યુ રિએક્શન
આર માધવની ફિલ્મ રોકેટ્રી ધી નાંબી ઇફેક્ટને ભારતની 10 સૌથી લોકપ્રિય ફિ્લ્મોમાં સમાવેશ કરવામાં આવી છે. આમાટે આર માધવને લોકોનો આભર માનીને તેને મળેલા ટ્રોફી અને સર્ટિફિકેટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વર્ષ પુરુ થવામાં થોડા દિવસો જ બાકી રહી ગયા છે. ફિલ્મની વાત કરીએ તો આ વર્ષે ઘણી ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળ્યો છે. તમિલ, તુલુગુ, કન્નડસ મલ્યાલમ, હિન્દી સહિત તમામ ભાષાની ફિલ્મોને લોકોએ જોઇને પસંદ કરી છે. હવે ફિલ્મ, ટીવી, અને જાણીતી હસ્તીઓ પર જાણકારી માટે દુનિયા ભરમાં સૌથી લોકપ્રીય અને આધિકારીક સ્રોત, IMDb એ 10 ભારતીય ફિલ્મો અને વેબ સીરીજની જાહેરાત કરી છે. જે 2022 માં દુનિયાભરમાં IMDb ઉપયોગકર્તાઓ વચ્ચે સૌથી લોકપ્રીય રહી છે.

અભિનેતા-નિર્દેશક-નિર્ણાત આર માધવાન ખુશ છે કેમ કે તેની ફિલ્મ "રોકેટ્રી ધ નંબી ડ્રફેક્ટ" પણ સૌથી લોકપ્રિય ફિલ્મોની લીસ્ટમાં શામેલ રહી હતી. ફિલ્મમાં ભારતીય વૈજ્ઞાનિક નંબી નારાયણન, ભારતીય અંતરીક્ષ અને અનુસંધાન સંગઠનના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ ઇન્જીનિયરની સ્ટોરી દેખાડવામાં આવી છે. જે તરલ ઇધન એન્જીન વિકસીત કરવા માટે જાણીતા છે. માધવનને જાહેરાતના એક ભાગ રૂપે એક ટ્રોફી અને પ્રમાણ પત્ર મળ્યુ છે.
રોકેટ્રીને કોવિડ પહેલા બે વર્ષ સુધી શુટિંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના થીએટરમાં રીલીજ માટે આર માધવનને ઘણા લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. નિર્દેશક તરીકે આ માધવનની પહેલી ફિલ્મ છે. ફિલ્મની સફળતા પર આર માધવન કહે છે કે, "હુ બહુજ ખુશ છુ રોકેટ્રીને મળેલા પ્રેમથી અભિભૂત છુ. અને હવે IDDbથી મળેલી આ માન્યતાએ તેને આપણા સૌ માટે ખાસ બનાવી દિધી છે.
જણાવી દઇ કે, IMDb ની 2022 ની 10 લોક્પ્રિય ભારતીય ફિલ્મોમાં સમાવેશ રહેલી આરઆરઆર, ધી કાશ્મીર ફાઇલ્સ, કેજીએફ ચેપ્ટર-2, વિક્રમ, કંતારા, રોકેટ્રી ધી નંબી ઇફેક્ટ, મેજર, સીતા રામન, પોન્નિયિન સેલવન પાર્ટ વન, 777 ચાર્લીનો સમાવેશ થાય છે.
આ લીસ્ટમાં જાન્યુઆરી થી 7 નવેમ્બર 2022 સુધી વચ્ચેના થીએટર કે ડિજિટલ રૂપમાં રીલીજ કરવામાં આવેલી તમામ ફિલ્મોમાથી જેની ટકાવારી IMDb ઉપયોગકર્તા રેટિંગ ઓછામાં ઓછી 25000 વોટો સાથે 7 કે તેથી વધારે છે. તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 10 ફિલ્મો લગાતાર IMDb ઉપયોગકર્તાઓ વચ્ચે સૌથી લોકપ્રિય છે.












Click it and Unblock the Notifications
