શું છૂટાછેડા બાદ ફરીથી અરબાઝની નજીક આવી રહી છે મલાઇકા? એક્ટ્રેસે કહી આ વાત

બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

મુંબઇ, 02 ઓકટોબર : બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. વર્તમાન દિવસોમાં મલાઇકા અરોરાનું ભલે અર્જૂન કપૂર સાથે જોડાયેલું હોય, પરંતું એક સમય એવો પણ હતો જ્યારે તે પોતાના પૂર્વ પતિ અરબાઝ ખાનને બેહદ પ્રેમ કરતી હતી.

જોકે 18 વર્ષના લગ્ન જીવન બાદ બંન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો, પરંતું આજે પણ બંન્નેની ચર્ચા થતી રહે છે. આવા સમયે મલાઇકાએ પોતાના પૂર્વ પતિ અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી પોતાના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી.

છૂટાછેડા બાદ તેમના સંબંધો

છૂટાછેડા બાદ તેમના સંબંધો

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 18 વર્ષ બાદ તેમના સંબંધોનો અંતઆવી ગયો હતો અને તેમને વર્ષ 2017માં છૂટાછેડા લઇ લીધા હતા. હાલમાં આ બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

અરબાઝ સાથેછૂટેછેડા બાદ મલાઈકા અરોરા હવે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આવા સમયે છૂટાછેડાના 5 વર્ષ બાદ અભિનેત્રીએ અરબાઝ સાથેનાસંબંધો વિશે ખુલીને વાત કરી હતી.

મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો

મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો

મસાલા મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, છૂટાછેડા પછી મલાઇકા અને અરબાઝ વચ્ચેનાસંબંધો પહેલા કરતા પણ સારા થઈ ગયા છે.

આ અંગે મલાઇકા અરોરા જણાવે છે કે, હવે અમારો સંબંધ પહેલા કરતા પણ ઘણો સારો થઇગયો છે. અમે પહેલા કરતા વધુ સ્માર્ટ બની ગયા છીએ. અરબાઝ ખાન એક સારો વ્યક્તિ છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. કેટલીકવાર બેસારા લોકો એક સફળ જીવન જીવી શકતા. હું હંમેશા ઈચ્છીશ કે, તેમને હંમેશા સારા બની રહે.

ખુશ છે મારો પુત્ર

ખુશ છે મારો પુત્ર

અરબાઝ ખાન સાથે છૂટાછેડા અંગે વાત કરતા મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, મેં મારી મરજીનો વિકલ્પ પસંદ કર્યો છે. મેં મારીપસંદગીને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે. મને લાગે છે કે, આ કરવાથી હું આજે વધુ સારી વ્યક્તિ બની શકી છું. મારા પુત્ર સાથે મારા સંબંધ સારાછે. તે જુએ છે કે, હું ખૂબ ખુશ છું અને આ જોઇને મારો પુત્ર પણ ખુશ છે.

મારા પૂર્વ પતિ સાથે છે સારા સંબંધ

મારા પૂર્વ પતિ સાથે છે સારા સંબંધ

મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે, છૂટાછેડા લીધા બાદ મલાઇકાના અરબાઝ ખાન સાથે કેવા સંબંધો છે, ત્યારે તેના જવાબમાંઅભિનેત્રીએ જણાવ્યું હતું કે, મારા પૂર્વ પતિ સાથે સારા સંબંધ છે. હું ખુશ છું કે, હું મારા નિર્ણય પર અડગ રહી છું.

આ સાથે મહિલાઓનેસંદેશ આપતા મલાઈકાએ જણાવ્યું હતું કે, ડરશો નહીં, ફક્ત તમારા દિલની વાત સાંભળો, તમારું દિલ જે કહે તે જ કરો.

ક્યારે થશે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન?

ક્યારે થશે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન?

અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરાએ પોતાની સારી રીતે સંભાળ રાખી હતી અને હવે તે પોતાના જીવનમાં આગળ વધીરહી છે.

મલાઇકા અરોરા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બંને તાજેતરમાં જ પોતાના સંબંધોની સત્તાવાર જાહેર કર્યા હતા.

એવું માનવામાં આવી રહ્યું છે કે, અર્જુન અને મલાઈકા ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, બંને પક્ષ તરફથી આ અંગે કોઈનિવેદન આપવામાં આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X