Jasmin and Hardik Net worth: નતાશા, જાસ્મિન કે હાર્દિક પંડ્યા, જાણો કોણ છે સૌથી અમિર?

Jasmin and Hardik Net worth: મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં છે. હવે ક્રિકેટર વિશે સમાચાર આવી રહ્યા છે કે, છૂટાછેડાના થોડા દિવસો બાદ જ તે એક સુંદર મહિલાને ડેટ કરી રહ્યો છે. આ સુંદરતા બીજી કોઈ નહીં પણ જાસ્મિન વાલિયા છે.

હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું છે, અને આ સમાચાર ત્યારે સામે આવ્યા, જ્યારે બંને વેકેશન પર સાથે જોવા મળ્યા હતા.

એક સાથેની તસવીરો વાયરલ તો નથી થઈ, પરંતુ બંને એક જ લોકેશન પર વેકેશન સેલિબ્રેટ કરી રહ્યાં હતા.

એવું કહેવાય છે કે, નતાશાથી છૂટાછેડા બાદ હાર્દિકના જીવનમાં પ્રેમનો પ્રવેશ થયો છે. આ ક્રિકેટર બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે.

અહેવાલ મુજબ, બંને ગ્રીસમાં વેકેશન માણી રહ્યા છે, અને હાર્દિક પંડ્યાની પોસ્ટ બાદ તેમના અફેરના સમાચારો ચર્ચામાં છે.

આવી સ્થિતિમાં, આપણે જાણીશું કે, હાર્દિક અને જાસ્મિન વચ્ચે કોણ વધુ અમીર છે. ઉલ્લેખનીય છે કે, જાસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર હોવાની સાથે સાથે એક્ટ્રેસ પણ છે.

Jasmin and Hardik Net worth

જાસ્મિનને બોમ ડિગ્ગી ડિગ્ગી ગીતથી ઘણી લોકપ્રિયતા મળી હતી. તેણે ઘણા હિટ ગીતો ગાયા છે. ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો જોઈને લાગે છે કે, તે ખૂબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાસ્મિનની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે.

હાર્દિક પંડ્યાની વાત કરીએ, તો ક્રિકેટની સાથે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ 90 કરોડ રૂપિયા છે. હાર્દિક પણ IPL માંથી ઘણી કમાણી કરે છે.

હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક વિશે વાત કરીએ, તો નતાશા માત્ર એક મોડલ જ નહીં, પરંતુ અભિનેત્રી પણ છે.

એક અંદાજ મુજબ નતાશાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાની આસપાસ છે. નતાશાએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ, ડાન્સ દ્વારા આ પૈસા કમાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X