Sampath J Ram : ફિલ્મજગતમાંથી આવ્યા માઠા સમાચાર, સંપત જે રામે કરી આત્મહત્યા
Sampath J Ram : કન્નડ ફિલ્મ અને ટીવી અભિનેતા સંપત જે રામે આત્મહત્યા કરી લીધી છે. સંપત જે રામની ઉંમર 35 વર્ષ છે, તેઓ મૃત હાલતમાં તેના ઘરમાં મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, 22 એપ્રિલના રોજ બેંગ્લોરના નેલમંગલામાં સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેમણે આત્મહત્યા કરી છે.

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે અભિનેતા સંપત જે રામ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા. અભિનેતા સંપત જે રામ ટીવીથી પ્રખ્યાત થયા હતા. તેમણે અગ્નિસાક્ષી અને શ્રી બાલાજી ફોટો સ્ટુડિયો જેવા ઘણા સફળ શોમાં કામ કર્યું હતું.
સંપતના મિત્ર અને અભિનેતા રાજેશ ધ્રુવે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમાચારની પુષ્ટિ કરી છે. ધ્રુવે કન્નડમાં લખ્યું છે કે, તમારું અલગ થવું સહન કરવાની અમારી તાકાત નથી. હજુ કેટલી ફિલ્મો બનવાની બાકી છે? હજુ કેટલી લડાઈઓ લડવાની બાકી છે? તમારા સપનાને સાકાર કરવા માટે હજુ પણ ઘણો સમય છે. અમે તમને મોટા મંચ પર જોવાના બાકી છે. કૃપા કરીને પાછા આવો.
ગયા વર્ષે જ થયા હતા સંપતના લગ્ન - ઘણા કન્નડ સેલેબ્સે તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. જોકે, અન્ય મિત્રો અને પરિવારજનોએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. સંપત જે રામના પરિવારમાં તેની પત્ની છે, જેની સાથે તેમણે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. અંતિમ સંસ્કાર સંપતના વતન એનઆર પુરામાં થશે.
સંપત જે રામની છેલ્લી ફિલ્મ શ્રી બાલાજી ફોટો સ્ટુડિયોની હતી, જેનું દિગ્દર્શન રાજેશ ધ્રુવે કર્યું હતું. ફિલ્મમાં સંપત જે રામના અભિનયની દર્શકો અને વિવેચકોએ પ્રશંસા કરી હતી.
સંપતને સારું કામ ન હતું મળતું - ETimes સાથે વાત કરતા, સંપત જે રામના સહ-અભિનેતા વિજય સુર્યાએ જણાવ્યું હતું કે, દિવંગત અભિનેતા સારા કામ અને ઓફર્સની રાહ જોઈ રહ્યો હતો અને નિરાશ હતો કે, તેને સારું કામ નહોતું મળતું.












Click it and Unblock the Notifications
