Kantara 2 : આતુરતાનો આવ્યો અંત, આ દિવસે રિલીઝ થશે કંતારા 2

Kantara 2 : 'કંતારા' એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી દીધો હતો. જે બાદ હવે ફેન્સ 'કંતારા 2' ની રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકોની આ રાહ પૂરી થઈ ગઈ છે. આ અંગે ઋષભ શેટ્ટીએ જાહેરાત કરી હતી.

Kantara 2 : વર્તમાન સમયમાં જો કોઇ ફિલ્મની રાહ જોવામાં આવી રહી હોય તો, કેજીએફ 3, પુષ્પા 2 અને કંતારા 2. ઋષભ શેટ્ટીની ફિલ્મ વિશે મોટું અપડેટ આપતા જણાવ્યું હતું કે, પ્રિક્વલ પહેલા ભાગ કરતાં વધુ દમદાર હશે. અભિનેતા રિષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા'ને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. 'કંતારા' એ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર મોટી ધૂમ મચાવી છે. હવે આ ફિલ્મની પ્રિક્વલ 'કંતારા 2' ટૂંક સમયમાં આવવાની છે.

Kantara 2

'કંતારા'ની પ્રોડક્શન કંપની હોમ્બલ ફિલ્મ્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ઋષભ શેટ્ટી 'કંતારા 2' માં પણ મુખ્ય ભૂમિકા ભજવશે અને તે નિર્દેશનની જવાબદારી પણ સંભાળશે. નિર્દેશક ઋષભ શેટ્ટી ફિલ્મની સિક્વલ નહીં, પરંતુ પ્રિક્વલ પર કામ કરી રહ્યા છે.

ફિલ્મની સફળતા જોઈને મેકર્સે તાજેતરમાં જ ફિલ્મની પ્રિક્વલની જાહેરાત કરી હતી. સિક્વલની ઘોષણા કરતાં સમયે, અમે ખૂબ જ ખુશ છીએ અને દરેક વ્યક્તિના આભારી છીએ, જેમણે કંતારા પર ખૂબ પ્રેમ અને સમર્થન આપ્યું અને આ સફરને આગળ વધારી રહ્યા છીએ. ફિલ્મ 'કંતારા' ના 100 દિવસ પૂરા કરવાના આ ખાસ અવસર પર હું કંતારા 2 ની પ્રિક્વલની જાહેરાત કરી રહ્યો છું. તમે જે જોયું છે, તે ખરેખર ભાગ 2 છે, ભાગ 1 આવતા વર્ષે આવશે.

જાણો ફિલ્મનું બજેટ

વિજય કિરાગન્દુરે 'કંતારા 2' ના બજેટ વિશે પણ વાત કરતા જણાવ્યું હતું કે, પ્રિક્વલનું બજેટ 'કંતારા' કરતાં વધુ હશે. ઉલ્લેખનીય છે કે, હોમ્બલ સ્ટુડિયોએ હાલમાં જ આગામી પાંચ વર્ષમાં ફિલ્મો અને વેબ સિરીઝ પર 30 અબજ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં 'કંતાર 2' પણ સારી શરત હશે, તે સ્વાભાવિક છે.

Kantara 2

આ દિવસે થશે રિલીઝ

એક ઈન્ટરવ્યુ દરમિયાન વિજયે એમ પણ જણાવ્યું હતું કે, ઋષભ હાલમાં ફિલ્મ સંબંધિત રિસર્ચમાં વ્યસ્ત છે. ટીમ જૂનથી પ્રિક્વલના શૂટિંગની તૈયારી શરૂ કરવા જઈ રહી છે. કારણ કે, ફિલ્મના એક ભાગના શૂટિંગ માટે વરસાદી સિઝનની જરૂર છે. વિજય કિરાગન્દુરે જણાવ્યું હતું કે, તેઓ આ ફિલ્મ આવતા વર્ષે એપ્રીલ અથવા મે સુધીમાં રિલીઝ કરી શકે છે. આ સાથે તેને પાન ઈન્ડિયા સ્તરે રિલીઝ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. ફિલ્મ કંટારા 2 ની પ્રિક્વલનું નિર્માણ વિજય કિરાગંદુર અને ચલુવે ગૌડા દ્વારા હોમ્બલે ફિલ્મ્સ હેઠળ કરવામાં આવશે.

દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ જોઈને તેને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી હતી. અગાઉ તેને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X