Kantara Collection : કાંતારાએ તોડ્યા આ રેકોર્ડ, 400 કરોડને પાર પહોંચ્યું કલેક્શન

Kantara Collection : ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ હતી. કર્ણાટકમાં રીલિઝ થવા સાથે મોટી હીટ ફિલ્મ બનવાની સાથે કાંતારાએ કમાણીમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

Kantara Collection : ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ હતી. કર્ણાટકમાં રીલિઝ થવા સાથે મોટી હીટ ફિલ્મ બનવાની સાથે કાંતારાએ કમાણીમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. કાંતારાના કન્નડ વર્ઝન સાથે સાથે તેલુગુ, મલયાલમ અને હિન્દી વર્ઝનમાં પણ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી.

હવે કાંતારા વર્લ્ડવાઇડ 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રીલિઝ થયાના બે મહિના બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મની સિક્વલ બનાવવા અંગેની પણ ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મ કાંતારા એ તોડ્યા રેકોર્ડ

ફિલ્મ કાંતારા એ તોડ્યા રેકોર્ડ

ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર 'કાંતારા' ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ફિલ્મની શાનદાર સિદ્ધિ વિશે વાત કરતાં, ડિરેક્ટર શેટ્ટીએ અગાઉ તેની સિક્વલ વિશે વાત કરી હતી.

તેણે જણાવ્યું હતું કે, ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે, જેને સિક્વલ બનાવી શકાય છે. હાલમાં ફિલ્મની શાનદાર સફળતા બાદ મેકર્સ ખૂબ જ ખુશ છે. ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.

કાંતારા ફિલ્મે વિદેશમાં કર્યો 44 કરોડનો બિઝનેસ

કાંતારા ફિલ્મે વિદેશમાં કર્યો 44 કરોડનો બિઝનેસ

કન્નડ ઇન્ડસ્ટ્રીનું પાન ઇન્ડિયા બ્લોકબસ્ટર હજૂ પણ સારો બિઝનેસ કરી રહ્યું છે. કાંતારા ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડની કમાણી કરી છે અને હજૂ પણ નિર્માતાઓની અપેક્ષાઓ કરતાં વધુ કમાણી કરી રહી છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ કર્ણાટકમાં જ ફિલ્મે 168.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે કેરળમાં 19.2, ઉત્તર ભારતમાં 96 કરોડ અને તેલુગુમાં 60 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાં 44 કરોડનો બિઝનેસ કર્યો છે. તમિલનાડુની વાત કરીએ તો ફિલ્મે 12.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બની શકે છે કાંતારાની સિક્વલ

બની શકે છે કાંતારાની સિક્વલ

કાંતારાની સ્ટોરી વિશે વાત કરીએ તો, તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેની સ્ટોરી કન્નડ સાંસ્કૃતિક ભૂત કોલાની આસપાસ ફરે છે. તેમાં પરંપરાગત નૃત્યો બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કિશોર, અચ્યુત કુમાર, સપ્તમી ગૌડા અને પ્રમોદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મના નિર્દેશક ઋષભ શેટ્ટીએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, કાંતારાની સિક્વલ પણ બની શકે છે. કારણ કે, તેમાં ઘણા સબપ્લોટ છે. તેમણે જણાવ્યું હતું કે, સિક્વલ બનવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X