પટૌડી પેલેસમાં સૈફ સાથે બેડમિન્ટન રમતી જોવા મળી કરીના કપૂર, અમૃતાએ કરી આવી કોમેન્ટ

જ્યારે પણ સૈફ અલી ખાન અને કરીના કપૂર એકસાથે કેમેરામાં કેદ થાય છે, ત્યારે તેઓ બધી લાઈમલાઈટનું ધ્યાન આકર્ષી લે છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું છે.

જ્યારે પણ સૈફ અલી ખાન અને કરીના કપૂર એકસાથે કેમેરામાં કેદ થાય છે, ત્યારે તેઓ બધી લાઈમલાઈટનું ધ્યાન આકર્ષી લે છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું છે, જ્યારે સૈફ અને કરીના તેમના પટૌડી પેલેસમાં સાથે બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

કેપ્શને ખેંચ્યું લોકોનું ધ્યાન

કેપ્શને ખેંચ્યું લોકોનું ધ્યાન

બેડમિન્ટન રમતી વખતે કરીના કપૂર ખાને આ વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ આ વીડિયો ચર્ચામાંઆવ્યો હતો. આ વીડિયો શેર કરીને કરીનાએ લખેલું કેપ્શન પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

કરીના સૈફ સાથે રમતી જોવા મળી

કરીના સૈફ સાથે રમતી જોવા મળી

આ વીડિયોમાં તમે જોશો કે, સૈફે ઓરેન્જ કલરની શોર્ટ્સ સાથે બ્લુ ટી-શર્ટ પહેરી છે. જ્યારે કરીના કપૂર સફેદ પાયજામા સાથે બ્લેક બ્રેલેટમાંજોવા મળી હતી. વીડિયોમાં આ બંને સ્ટાર્સ બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

બંને પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા છે

બંને પટૌડી પેલેસમાં વેકેશન માણી રહ્યા છે

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આવા સમયે, વીડિયોનું બેગ્રાઉન્ડને જોતા, સ્પષ્ટ છેકે, સૈફ અને કરીના હાલમાં પટૌડી પેલેસમાં છે. જ્યાં બંને થોડો સમય રજાનો આનંદ માણી રહ્યા છે.

કરીનાએ લખ્યું આ કેપ્શન

કરીના કપૂર ખાને આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - 'સોમવારના રોજ પતિ સાથે કેટલીક રમતોની મજા માણી રહી છું. અમુ તમે તેને રમવા તૈયાર છો?' કરીના કપૂરના આ સવાલના જવાબમાં અમૃતા સિંહે લખ્યું - 'હા, તમે અમારી સાથે રમી શકો છો.'

સતત ટ્રોલ થઈ રહી છે લાલ સિંહ ચઢ્ઢા

સતત ટ્રોલ થઈ રહી છે લાલ સિંહ ચઢ્ઢા

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન અને આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' થોડા દિવસો પહેલા બોક્સ ઓફિસ પર રિલીઝ થઈછે. આ ફિલ્મ રિલીઝ પહેલા અને પછી સતત ટ્રોલ થઈ રહી છે. જેની સીધી અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X