Rahul Gandhi: રાહુલ ગાંધી પર હતી ફિદા આ અભિનેત્રી, કારણ જાણીને ચોંકી જશો
Kareena Kapoor, Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે, અને આ વખતે ગાઢ મુકાબલો જોવા મળ્યો છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે રાહુલ ગાંધીને ડેટ કરવા માંગે છે.
આ વાતનો ખુલાસો કરીના કપૂરે સિમી ગ્રેવાલના શોમાં કર્યો હતો. આવા સમયે તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી હતી. સિમી ગ્રેવાલે અભિનેત્રીને પૂછ્યું હતું કે, જો તે આજની તારીખે દુનિયામાં કોઈને પસંદ કરી શકે છે, તો તે કોને પસંદ કરશે? જેના જવાબમાં કરીનાએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું.
કરીના કપૂરે કહ્યું, મને હંમેશા લાગતું હતું કે રાહુલ ખૂબ જ રસપ્રદ વ્યક્તિ હશે. મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં પરંતુ હું તેમને જાણવા માંગુ છું. હું એક મેગેઝિનમાં તેમની તસવીર જોઈ રહી હતી અને વિચારતો હતી કે જો હું તેની સાથે વાતચીત કરું, તો કેવું હશે. હું ફિલ્મી પરિવારમાંથી આવું છું, જ્યારે તે રાજકીય પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે, અમે સારી વાતચીત કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરનો આ ઈન્ટરવ્યુ તે સમયનો છે, જ્યારે તેમણે પોતાની પહેલી ફિલ્મ રેફ્યુજીથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
તેના સિવાય અભિષેક બચ્ચન અને સુનીલ શેટ્ટી લીડ રોલમાં જોવા મળ્યા હતા. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કરીના કપૂરના આ નિવેદનની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી, જ્યારે શાહિદ કપૂર પણ તેના જીવનમાં આવ્યો ન હતો. જોકે, રાહુલ ગાંધીને ડેટ કરવાની તેની ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા અફેર પછી કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને તૈમૂર અને જેહ નામના બે બાળકો પણ છે. હાલમાં તે તેના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે.












Click it and Unblock the Notifications
