kushi box office collection : પાંચ વર્ષ બાદ આ એક્ટરની ફિલ્મ હીટ થઇ, ફેન્સને આપશે લાખો રૂપિયા
kushi box office collection : સાઉથ સિનેમાના હેન્ડસમ અને યંગ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા વર્તમાન સમયમાં ઘણો ખુશ છે. તેની આ ખુશીનું કારણ તેની ફિલ્મ કુશી છે. ખુશી ને બોક્સ ઓફિસ પર સફળતા મળી છે. આ ફિલ્મે વીકએન્ડમાં ફિલ્મ 50 કરોડની કમાણી કરી ચૂકી છે.
ચાહકોને વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની રોમેન્ટિક ડ્રામા ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ યુનિટે સક્સેસ પાર્ટી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વિજય દેવરાકોંડાએ પણ અનોખી રીતે ખુશીની સફળતાની ઉજવણી કરી હતી.

આ પ્રસંગમાં પોતાની કુશી વ્યક્ત કરતા વિજય દેવરાકોંડાએ ખાસ જાહેરાત કરીને પોતાની ઉદારતાનો પુરાવો આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેઓ સો દેવરા પરિવારોને એક-એક લાખ રૂપિયા દાન કરશે. આ રીતે તે એક કરોડ રૂપિયાનું દાન કરી રહ્યો છે. વિજય દેવરકોંડાએ કહ્યું, આ નાની મદદ વડે તે પોતાના દેવરા પરિવારોને આ ફિલ્મથી મળેલી સફળતામાં ભાગીદાર બનાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કુશીને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનો ક્રેઝ એટલો જબરદસ્ત છે કે, રિલીઝના બે દિવસમાં જ ફિલ્મે 25 કરોડનું કલેક્શન કરી લીધું હતું. વિજય દેવરાકોંડા પાંચ વર્ષથી આ સફળતાની રાહ જોઈ રહ્યા હતા.
કુશી ફિલ્મના પ્રમોશનમાં તેઓ ભારે વ્યસ્ત હતા. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે, તે તેલુગુ બિગ બોસની સિઝન 7માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સામંથા સાથે વિજય દેવરાકોંડાની જોડી છે. સામંથાએ અગાઉ શકુંતલમ આપી હતી, જ્યારે વિજય દેવેરાકોંડાએ લિગરથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.












Click it and Unblock the Notifications
