'તારું સ્કર્ટ ઉચું કર, અને મને...', રાની ચેટર્જીએ સાજિદ ખાન પર લગાવ્યો આરોપ
સાજિદ ખાન પર શર્લિન ચોપરાથી લઇને ઉર્ફી જાવેદ, મંદાના કરીમી, સલોની ચોપડા અને કનિષ્કા સોની સુધીની હિરોઇન્સે તેના પર આરોપ લગાવ્યો છે. હવે આ લીસ્ટમાં રાની ચેટર્જીનું નામ પણ શામેલ થયું છે.
સલમાન ખાનના શોમાં બિગ-બોસ 16 ની શરૂઆત થઇ ચુકી છે. શોની શરૂઆત જ્યારથી થઇ છે, ત્યારથી આ સિઝન હેડલાઇન્સ પર રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે, તેમાં ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન છે. શોમાં જ્યારે સાજિદની એન્ટ્રી થઇ ત્યારથી જ સતત સોશિયલ મીડિયામાં હોબાળો મચી રહ્યો છે.
સાજિદ ખાન પર શર્લિન ચોપરાથી લઇને ઉર્ફી જાવેદ, મંદાના કરીમી, સલોની ચોપડા અને કનિષ્કા સોની સુધીની હિરોઇન્સે તેના પર આરોપ લગાવ્યો છે. હવે આ લીસ્ટમાં રાની ચેટર્જીનું નામ પણ શામેલ થયું છે.

સાજિદ ખાનને જોઈને રાની ચેટર્જી થઇ જાય છે ગુસ્સે
વાસ્તવમાં ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે, સાજિદે તેને એકવાર પોતાના ઘરે બોલાવી હતી અને તેનેગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા તેણે જણાવ્યું કે, સાજીદ ખાનને બિગ બોસ જેવા શોમાં જોઈને તેનું લોહી ઉકળી ઉઠે છે.

અભિનેત્રીએ સાજીદ પર લગાવ્યા ગંભીર આરોપ
આજતકને આપેલા એક ઈન્ટરવ્યુમાં ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ સાજિદ ખાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
અભિનેત્રીએજણાવ્યું કે, સાજિદ ખાને તેને એક ફિલ્મ માટે આઈટમ સોંગની ઓફર કરી હતી અને તે દરમિયાન તે ફિલ્મમેકરને મળી હતી.
અભિનેત્રીએઆગળ જણાવ્યું હતું કે, જ્યારે અમે ફોન પર વાત કરી ત્યારે સાજિદે કહ્યું કે, તમે મારા ઘરે આવો, અમે ત્યાં મળીશું.
આ સાથે એમ પણ કહ્યું કે આ એક ઔપચારિક મીટિંગ છે, તેથી કોઈ મેનેજર કે પીઆરને લાવશો નહીં.
રાની કહે છે કે, જ્યારે બોલીવુડના આટલા મોટા દિગ્દર્શકે આ રીતે કહ્યું, ત્યારે હું મીટિંગ માટે રાજી થઈ ગઈ.

સાજિદ ખાનને મળવા ઘરે પહોંચી રાની ચેટર્જી
રાની ચેટર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું જુહુમાં સાજિદ ખાનના ઘરે પહોંચી, ત્યારે તે ઘરે એકલો હતો.
સાજિદે મને જણાવ્યું હતું કે, હું તને આઈટમ સોંગ ધોખા-ધોખા માટે કાસ્ટ કરવાનો છું. આમાં તમારે ટૂંકા લહેંગા પહેરવાનો છે. હું લાંબી સ્કર્ટ પહેરીને ગઇ હતી.
તેણે કહ્યું કે, મને તારા પગ બતાવ. મેં વિચાર્યું કે, કદાચ આવી રીતે જ ઓડિશન થાય છે, મેં તેને ઘૂંટણ સુધી મારા પગ બતાવ્યા હતા.

સાજિદ ખાને કર્યો ગંદા સ્પર્શનો પ્રયાસ
જે બાદ સાજિદ ખાન વિશે જે અભિનેત્રીએ દાવો કર્યો, તે ખૂબ જ શરમજનક છે. રાની ચેટર્જીએ જણાવ્યું હતું કે, આ પછી સાજિદ ખાને મને પૂછ્યું કે, તારા બ્રેસ્ટની સાઈઝ શું છે? મારાથી શરમાઇશ નહીં, તારો બોયફ્રેન્ડ છે કે નહીં? તમે કેટલી વાર સેક્સ કર્યું છો?'
આ બધું સાંભળીને રાની ચાર્જી ગભરાઈ ગઈ અને સાજિદને પૂછ્યું કે, તું શું વાત કરે છે. રાનીએ જણાવ્યું કે, જ્યારે તેણે સાજિદ ખાનને સાથ ન આપ્યો, ત્યારે તે ડરી ગઈ હતી.
રાનીના કહેવા પ્રમાણે, સાજિદે તેને ગંદી રીતે સ્પર્શ કરવાની કોશિશ પણ કરી, પરંતુ તે તરત જ વિલંબ કર્યા વિના જતી રહી અને તેણે ઓફર ઠુકરાવી દીધી હતી.

પોતાની ઇમેજ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે સાજિદ ખાન
આ પછી રાની ચેટર્જીએ જણાવ્યું હતું કે, મેં આ વિશે કોઈની સાથે વાત નથી કરી. કારણ કે, દરેક મને ભોજપુરી અભિનેત્રી તરીકે માનીને મારી વાતને હળવાશથી લેશે અને કદાચ મને બોલીવુડમાં કામ પણ નહીં મળે, પરંતુ જ્યારે મેં પાછળથી જોયું કે, ઘણી અભિનેત્રીઓએ તેના પર MeToo ના ગંભીર આરોપો લગાવ્યા છે, ત્યારે આ જોઈને મને પણ એવું જ લાગ્યું કે મારે પણ બોલવું જોઇએ, પરંતુ તેને બિગ બોસ શોમાં જોઈને હવે મારું લોહી ઉકળી રહ્યું છે. આ શો દ્વારા તે પોતાની ઇમેજ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.

શું સાજીદ ખાન શોમાંથી બહાર થઈ જશે?
ઉલ્લેખનીય છે કે, સાજિદ ખાનને લઈને સોશિયલ મીડિયા પર હોબોળા થયા, બાદ હવે શો મેકર્સ પર એક અલગ જ દબાણ છે. લોકો માંગ કરી રહ્યા છે કે, તેને તાત્કાલિક શોમાંથી બહાર કરી દેવો જોઈએ.
જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ વખતે તેને શોમાંથી બહાર કરી દેવામાં આવશે, પરંતુ અત્યાર સુધી મેકર્સે આવો કોઈ નિર્ણય લીધો નથી.












Click it and Unblock the Notifications
