Pics: મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનશિપને કર્યા ઑફિશિયલ

મલાઈકા અરોરાએ અર્જૂનના જન્મદિવસ પર એક ફોટા સાથે તેમના સંબંધની ઑફિશિયલ ઘોષણા કરી દીધી છે.

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના રિલેશનશિપની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાથી બંને સ્ટાર્સ પોતાના રિલેશનશિપ વિશે ઓપન થઈ ચૂક્યા છે. પરંતુ આ હૉટ કપલે ક્યારેય પોતાના સંબંધોને ઑફિશિયલ નહોતા કર્યા. જો કે મલાઈકા અરોરાએ અર્જૂનના જન્મદિવસ પર એક ફોટા સાથે આ સંબંધની ઘોષણા કરી દીધી છે.

મલાઈકાએ અર્જૂન સાથે પોતાનો ફોટો શેર કરીને લખ્યુ - Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always.

લાંબા સમયથી એકબીજાને પસંદ કરે છે

લાંબા સમયથી એકબીજાને પસંદ કરે છે

અર્જૂન કપૂર અને મલાઈકા બંને લાંબા સમયથી એકબીજાને પસંદ કરે છે પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધનો ખુલીને સ્વીકાર નહોતો કર્યો. અફવાઓ તો ત્યાં સુધી છે કે અર્જૂનના કારણે જ મલાઈકા અને અરબાઝ ખાનના છૂટાછેડા થયા. સલમાન ખાને અરબાઝ-મલાઈકાને સંબંધને સંભાળવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમ ન થઈ શક્યુ.

મલાઈકા અરોરા-અર્જૂન કપૂર

મલાઈકા અરોરા-અર્જૂન કપૂર

અર્જૂનના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે બંને બે દિવસ પહેલા જ વિદેશ જવા સાથે નીકળી ગયા હતા. ત્યારબાદ મલાઈકાએ અમુક ફોટા શેર કરીને માહિતી આપી કે તે અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં શાંતિની પળો વિતાવવા આવ્યા છે.

લાંબા સમયથી છે સાથે

લાંબા સમયથી છે સાથે

2 વર્ષ પહેલા અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકા અરોરાનું નામ સતત અર્જૂન કપૂર સાથે જોડાતુ રહ્યુ. પરંતુ પહેલા તેમણે આના પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ઑફિશિયલ કપલ

ઑફિશિયલ કપલ

ફિલ્મ ઈંડિયાઝ મોસ્ટ વૉન્ટેડની સ્ક્રીનિંગ દરમિયાન જ્યારે ફોટોગ્રાફર્સે અર્જૂન અને મલાઈકાને સાથે ફોટો પડાવવા માટે કહ્યુ તો તેમણે કપલ પોઝ આપ્યો હતો.

લગ્નની અફવાઓ

લગ્નની અફવાઓ

હાલમાં જ અફવાઓ ઉડી હતી કે મલાઈકા અરોરા અને અર્જીન કપૂર આ મહિને લગ્ન કરવાના છે. પરંતુ જ્યારે મલાઈકાને આ વિશે સવાલ કર્યો તે તેણે ધરમૂળથી ના પાડી દીધી. મલાઈકાએ સ્પષ્ટ કહ્યુ - આ બસવાસ અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી.

પર્સનલ લાઈફ પર અર્જૂન કપૂરનો જવાબ

પર્સનલ લાઈફ પર અર્જૂન કપૂરનો જવાબ

લગ્ન વિશે સવાલ કરાવા પર અર્જૂન કપૂરે કહ્યુ હતુ - એવુ નથી કે મને પર્સનલ લાઈફ વિશે જવાબ આપવામાં શરમ આવે છે કે ઝિઝક થાય છે... પરંતુ હું પોતાની પર્સનલ લાઈફ વિશે મીડિયામાં દર વખતે વાત કરવા નથી ઈચ્છતો. હું આમાં કમ્ફર્ટેબલ નથી. હું પોતાની લાઈફમાં હાલમાં ખુશ છુ.

લાઈફ એન્જોય કરી રહી છુ...

જ્યારે મલાઈકાને અર્જૂન કપૂર વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યુ - મારી લાઈફમાં શું થઈ રહ્યુ છે અને શું નથી થઈ રહ્યુ એ વિશે બધા જાણે છે. મારે પોતાને આ વિશે કંઈ પણ બતાવવાની જરૂર નથી. હું મારી લાઈફ એન્જોય કરી રહી છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X