અરબાઝ ખાન સાથે તલાક બાબતે બોલી મલાઇકા, એ આગળ વધી ગયો છે, તો...
બોલીવુડ એક્ટ્રેસ અને બોલીવુડ એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા હવે OTT પર જોવા મળવાની છે. તેના જીવન પર આધારિત વેબ સિરીઝ 'મૂવિંગ વિથ મલાઈકા' 5 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
બોલીવુડ એક્ટ્રેસ અને બોલીવુડ એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા હવે OTT પર જોવા મળવાની છે. તેના જીવન પર આધારિત વેબ સિરીઝ 'મૂવિંગ વિથ મલાઈકા' 5 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ વચ્ચે મલાઇકાએ તેના પૂર્વ પતિ વિશે વાત કરી હતી. આ સાથે તે આ વિશે વાત કરતા સમયે ભાવુક થઇ ગઇ હતી.

'મૂવિંગ ઇન વિથ મલાઈકા'નું ટીઝર રિલીઝ
'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ના પ્રોમો વીડિયોમાં ફરાહ ખાન ગેસ્ટ અપિયરન્સમાં છે. આ દરમિયાન મલાઈકા અરોરા તેના ભૂતકાળ વિશે વાત કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે હવે તેના જીવનમાં આગળ વધી ગઈ છે. આ સાથે અભિનેત્રીએ તેના પૂર્વ પતિ અરબાઝ ખાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

છૂટાછેડાના નિર્ણયથી દુઃખી થઇ હતી મલાઇકા
મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, તે હવે તેના ભૂતકાળને ભૂલીને આગળ વધી ગઈ છે. આ સાથે જ હવે અરબાઝ ખાન પણ પોતાનાજીવનમાં આગળ વધી ગયો છે. તેથી લોકો પણ આનાથી આગળ વધે તો સારું રહેશે. મલાઇકા તેના નિર્ણયથી ખુશ છે. કારણ કે, તેણે તેનાજીવનમાં તમામ યોગ્ય નિર્ણયો લીધા છે. આ દરમિયાન મલાઈકાની આંખોમાંથી અચાનક આંસુ નીકળવા લાગ્યા હતા.

ફરાહ ખાને મલાઇકાને હિંમત આપી
શો દરમિયાન મલાઈકા અરોરાની ખાસ મિત્ર ફરાહ ખાન તેના આંસુ લૂછતી જોવા મળી હતી. ફરાહ અભિનેત્રીને કહે છે કે, તું રડતી વખતેપણ સુંદર લાગે છે. જે બાદ બંને હસવા લાગે છે. જેના પર તેની બહેન અમૃતા અરોરા જોરથી તાળીઓ પાડતી જોવા મળી હતી. આદરમિયાન કરીના કપૂર પણ ત્યાં હાજર હતી. હાલમાં તેનું આ ટીઝર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આ દિવસે શરૂ થશે શો
મલાઈકા અરોરાનો આ ચેટ શો 5 ડિસેમ્બરથી શરૂ થશે. જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. બીજી તરફ, ફેન્સ તેના શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, અભિનેત્રી આ શોમાં તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રસપ્રદ ખુલાસા કરવા જઈ રહી છે. શોમાં મલાઈકાના જીવનને વધુ નજીકથી બતાવવામાં આવશે. શોમાં તેના મિત્રો અને પરિવાર ગેસ્ટ તરીકે જોવા મળશે.
અર્જુનને ડેટ કરી રહી છે મલાઈકા
ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ મલાઈકા અરોરા તેના જીવનમાં આગળ વધી ગઈ છે. હાલમાં તે અર્જુન કપૂરને ડેટકરી રહી છે. બંનેએ વર્ષ 2021 માં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ બંને ઘણીવાર એકબીજા પર પ્રેમવરસાવતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
