કરણ જોહરની પાર્ટીનો વીડિયો વાયરલ થયો, તો મોટો આરોપ લાગ્યો
હાલમાં કરણ જોહરના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં ઘણા ફિલ્મી સિતારાઓ હાજર હતા. આ પાર્ટીનો એક વીડિયો કરણ જોહરે શેર કર્યો હતો.
હાલમાં કરણ જોહરના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં ઘણા ફિલ્મી સિતારાઓ હાજર હતા. આ પાર્ટીનો એક વીડિયો કરણ જોહરે શેર કર્યો હતો. આ વીડિયો પર દિલ્હીના રાજોરી ગાર્ડન થી શિરોમણી અકાલી દળના વિધાયક મજિન્દર સિંહ સિરસાએ વિવાદ ઉભો કરી દીધો છે. તેમનું કહેવું છે કે વીડિયોમાં દેખાઈ રહેલા બધા ફિલ્મી સિતારાઓ ડ્રગના નશામાં છે અને તેને તેઓ બતાવી પણ રહ્યા છે. જયારે બીજી બાજુ કોંગ્રેસના મિલિંદ દેવરા ઘ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

કરણ જોહરની પાર્ટીનો વીડિયો જોઈ શુ બોલ્યા સિરસા?
મજિન્દર સિંહ સિરસાએ કરણ જોહરની પાર્ટીનો વીડિયો ટવિટ કરતા લખ્યું કે જુઓ, બોલિવૂડની મોટી હસ્તીઓ પોતાનું ડ્રગ સ્ટેટ્સ બતાવી રહ્યા છે. ડ્રગ અંગે હું આ સ્ટાર સામે અવાઝ ઉઠાવું છું. જો તમે પણ તેને જોઈને ખરાબ અનુભવ કરો છો તો તેની સામે અવાઝ ઉઠાવો. આ ટવિટમાં તેમને શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, વરુણ ધવન, કરણ જોહર અને વિક્કી કૌશલને ટેગ કર્યા છે.
|
સિરસાના ટવિટ પર કોંગ્રેસ નેતા ગુસ્સે થયા
સિરસાના ટવિટ પર કોંગ્રેસ નેતા મિલિંદ દેવરા ગુસ્સે થયા અને લખ્યું કે તે સાંજે મારી પત્ની પણ ત્યાં હતી અને તે વીડિયોમાં પણ છે. કોઈએ પણ ત્યાં ડ્રગ નથી લીધું, એટલા માટે આવું અસત્ય ફેલાવવાનું બંધ કરો. આશા કરું છું કે તમારી પાસે એટલી હિમ્મત હોય કે તમે માફી માંગી શકો. આપને જણાવી દઈએ કે કરણ જોહર વારંવાર પોતાના ઘરે આવી પાર્ટીનું આયોજન કરતા રહે છે, જેમાં ઘણા ફિલ્મી સિતારાઓ હાજર રહે છે.

કરણ જોહરની પાર્ટીમાં આ સ્ટાર આવ્યા હતા
આપને જણાવી દઈએ કે કરણ જોહરની પાર્ટીમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, વિક્કી કૌશલ, અર્જુન કપૂર, વરુણ ધવન અને નતાશા દલાલ જેવા સિતારાઓ આવ્યા હતા. વીડિયોમાં કેમેરો એક પછી એક બધા તરફ જાય છે, જ્યાં તેઓ એક્સપ્રેશન આપી રહ્યા છે. બધા જ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
