
NCB દ્વારા આર્યન ખાનના જામીનનો વિરોધ, કહ્યું- જો જામીન મળશે તો કરશે પુરાવાઓનો નાશ
મુંબઈ : ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે (બુધવારે) વિશેષ NDPS કોર્ટ સુનાવણી કરી રહી છે. NCB ના વકીલે આજે દલીલો દરમિયાન આર્યન ખાનના જામીનનો સખત વિરોધ કર્યો છે. NCB વતી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, આર્યન પ્રભાવશાળી પરિવારમાંથી છે અને જો તે બહાર રહે તો તે પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

ડ્રગ્સ ન મળવાથી આર્યન નિર્દોષ સાબિત થતો નથી : NCB
NCB એ જણાવ્યું હતું કે, આ કેસમાં એક આરોપીની ભૂમિકા બીજાના દૃષ્ટિકોણથી સમજી શકાતી નથી. ભલે આર્યન ડ્રગ્સ સાથે મળ્યો ન હતો, પરંતુ આ તેને જામીન નઆપવો જોઈએ. કારણ કે, તે પેડલરના સંપર્કમાં હતો અને આ એક મોટું કાવતરું છે. જેને તપાસવાની જરૂર છે. NCBના વકીલે રજૂઆત કરી હતી કે, આર્યન ખાન અનેઅરબાઝ મર્ચન્ટ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જે NDPS એક્ટની કલમ 29 હેઠળના ગુનાઓ માટે પૂરતા છે.

આર્યન એક મોટા નેટવર્કનો ભાગ હોવાનું જણાય છે
NCBએ કોર્ટને જણાવ્યું હતું કે, એવી કેટલીક સામગ્રી છે જે દર્શાવે છે કે, આર્યન ખાન વિદેશમાં અમુક વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો, જે ડ્રગ્સની ગેરકાયદે ખરીદી માટેઆંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો ભાગ હોવાનું જણાય છે. જે હજૂ તપાસ હેઠળ છે. વિશેષ સરકારી વકીલ એ. એમ. ચિમલકર અને અદ્વૈત સેઠના કોર્ટમાં NCB તરફથીહાજર થઈ રહ્યા છે. વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે આર્યન ખાન માટે કોર્ટમાં હાજર થયા હતા.

હાલ જેલમાં છે આર્યન ખાન
03 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ક્રૂઝ શિપ પર રેવ પાર્ટી કરવાના આરોપમાં આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. ત્યારથીઆર્યન જેલમાં છે. કોર્ટે આર્યનને 1 દિવસ પછી 3 દિવસ માટે NCB ના રિમાન્ડ પર મોકલ્યો હતો. જે બાદ આર્યન ખાન અને તેની સાથે પકડાયેલા અન્યઆરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

મુંબઈ ક્રૂઝ શિપ પર રેવ પાર્ટીમાં 8 લોકોની ધરપકડ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારના રોજ રાત્રે મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર રેવ પાર્ટી પર રેડ કરવામાં આવી હતી. જેમાં 8 લોકોની ધરપકડકરવામાં આવી છે.
NCBના અધિકારીઓએ રેડ દરમિયાન વિવિધ ગેરકાયદેસર દવાઓ જેમ કે કોકેન, ચરસ અને MDMA જપ્ત કર્યા છે. NCB દ્વારા અટકાયતકરાયેલા લોકોને રવિવારના રોજ મુંબઈ પરત લાવવામાં આવશે.
NCB એ જણાવ્યું છે કે, મુંબઈના દરિયા કિનારે ક્રુઝ પર રેવ પાર્ટીના આયોજકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને આજે રાત્રે 11 વાગ્યે NCB સમક્ષ હાજરથવા માટે કહેવામાં આવ્યું છે. શનિવારના રોજ પાર્ટી પર રેડ કર્યા બાદ 3 મહિલાઓ સહિત કુલ 13 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.