Nora Fatehi fight : નોરા ફતેહીએ કો-સ્ટારને મારી થપ્પડ, જાણો સમગ્ર ઘટના
Nora Fatehi fight : બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ ખુલાસો કર્યો હતો કે, કેવી રીતે તેણી પોતાના કો-સ્ટારે બીભત્સ માંગણી કરતા લડી પડી હતી. એટલું જ નહીં પણ આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
Nora Fatehi fight : બોલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસ નોરા ફતેહી પોતાની સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તાજેતરમાં તેનું નામ ઘણા વિવાદોમાં પણ સપડાયું છે. હાલ નોરા ફતેહીએ એક એવો ખુલાસો કર્યો હતો, જેના કારણે તે ચર્ચામાં છે.

નોરા ફતેહી જણાવ્યું હતું કે, શુટિંગ દ્વારા દરમિયાન કેવી રીતે તેની અને તેના કો-સ્ટાર સાથે ઝગડો થયો હતો. આ ઝગડો એટલો વધી ગયો કે, તેમની વચ્ચે મારામારી થઇ ગઇ હતી. જેમાં નોરાએ તેના કો-સ્ટારને એક થપ્પડ મારી હતી.

કો-સ્ટારે કર્યું નોરા ફતેહી સાથે ખરાબ વર્તન
નોરા ફતેહીએ કપિલ શર્માના શો ધ કપિલ શર્મા માં આ ઘટનાની માહિતી આપી હતી. નોરા ફતેહીએ જણાવ્યું હતું કે, સેટ પર આ વિવાદ કેવી રીતે વધી ગયો હતો.
નોરાએ જણાવ્યું હતું કે, તે તેના કો-એક્ટર સાથે જંગલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન કો-એક્ટરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જે બાદ તેણે તેને થપ્પડ મારી હતી.

નોરાએ મારી થપ્પડ
નોરા ફતેહીએ જણાવ્યું હતું કે, એક કો-એક્ટર હતો, તે શૂટિંગ દરમિયાન મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો, તેથી મેં તેને થપ્પડ મારી હતી. પછી તેણે પણ મને થપ્પડ મારી, પછી મેં ફરીથી થપ્પડ મારી, પછી તેણે મને થપ્પડ મારી. જે બાદ મે તેના વાળ ખેંચ્યા, તેણે પણ મારા વાળ ખેંચ્યા, જે બાદ ઘણી લડાઈ થઈ. તે એક ગંદી લડાઈ હતી.

સાંભળીને દંગ રહી ગયો કપિલ શર્મા
નોરા ફતેહી આટલેથી જ ન અટકી ન હતી, કો-સ્ટાર પર પોતાનો ગુસ્સો ઠાલવતા તેણે કહ્યું કે, કીડે પડે ઉસકો. આ પછી તેણે કો-સ્ટાર માટે કેટલાક અપશબ્દો પણ કહ્યા હતા. કોમેડિયન કપિલ શર્મા પણ આ આખી વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તે આ બધું સાંભળીને હસી પડ્યો હતો.

ફિલ્મ એક્શન હીરોના પ્રમોશન માટે આવી હતી અભિનેત્રી
અત્રે નોંધનીય છે કે, આ કપિલ શર્મા શોનો એપિસોડ છે, જ્યારે નોરા ફતેહી આયુષ્માન ખુરાનાની ફિલ્મ એક એક્શન હીરોના પ્રમોશન માટેશોમાં પહોંચી હતી.
આ એપિસોડનો વીડિયો પણ વાયરલ થયો હતો. ચાહકોને આંચકો લાગ્યો કે, એક સહ-અભિનેતાએ તેની સાથે ખરાબવર્તન કર્યું અને તે આખી ઘટના કહેતી વખતે હસી રહી હતી.

આ વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી નોરા
ઉલ્લેખીય છે કે, છેલ્લા કેટલાક સમયથી નોરા ફતેહી ફિલ્મો કરતા વધુ મહાથુગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના છેતરપિંડીનાકેસને લઈને ઘણી ચર્ચામાં હતી. પોલીસે આ સંબંધમાં અભિનેત્રીને પૂછપરછ માટે દિલ્હી પણ બોલાવી હતી. જે બાદ અભિનેત્રીના વકીલેકોર્ટમાં સાબિત કર્યું કે, તેને આ મામલામાં કોઈ લેવાદેવા નથી.












Click it and Unblock the Notifications
